Advertisement
Author: નોબત સમાચાર

મેઘપરમાંથી ડિગ્રી વગરના ડોક્ટરને દબોચી લેતી જામનગર એસઓજી ટીમ

પશ્ચિમ બંગાળના શખ્સે શરૂ કર્યું હતું દવાખાનુઃ

જામનગર તા. ૨૯: જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર મેઘપર ગામમાં ડિગ્રી વગર જ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા પશ્ચિમ બંગાળના એક શખ્સને એસઓજીએ પકડી પાડ્યો છે. કહેવાતા ક્લિનિકમાંથી દવા સહિતનો મુદ્દામાલ કબજે કરાયો છે.

જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા મેઘપર ગામમાં એક શખ્સ ડોક્ટર ન હોવા છતાં બીમાર લોકોની સારવાર કરતો હોવાની બાતમી એસઓજીના ચંદ્રસિંહ, અનિરૂદ્ધસિંહ, તૌસિફ તાયાણીને મળતા પીઆઈ બી.એન. ચૌધરીને વિગતો અપાયા પછી પીએસઆઈ એલ.એમ. જેર તથા સ્ટાફે ગઈકાલે બપોરે દરોડો પાડ્યો હતો.

મેઘપરમાં ઉમેદસિંહ નામના આસામીના મકાનમાં ભાડેથી રહેતા મૂળ પશ્ચિમ બંગાળના નાદીયા જિલ્લાના ભીમપુર તાલુકાના ડીગરી ગામના વતની ગૌતમ કાલીપદા બિશ્વાસ નામના શખ્સના કહેવાતા ક્લિનિકમાં પહોંચેલી એસઓજીએ આ શખ્સને તેની ડિગ્રી બતાવવા કહ્યું હતું.

ડિગ્રી વગરના આ શખ્સે પોતે ડોક્ટર ન હોવાનું કબૂલ્યું છે. તેના કહેવાતા ક્લિનિકમાંથી એસઓજીએ દવા, ઈન્જેક્શન, સ્ટેથોસ્કોપ સહિતના તબીબી સાધનો કબજે કર્યા છે. તેની સામે મેઘપર પોલીસ સ્ટેશનમાં આઈપીસી ૩૩૬ તથા મેડિકલ પ્રેક્ટિસનર્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધાવાયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh