Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાઃ પાણીમાં ડૂબતા લોકોને બચાવવા ખાસ સાધનો તથા રેસ્કયુ ક્રાફટની સુવિધા

નગરપાલિકાના ફાયર વિભાગ માટે ફાળવણીઃ

ખંભાળીયા તા. ર૯: ખંભાળીયા નગર૫ાલિકાના ફાયર વિભાગ માટે સરકાર દ્વારા પાણીમાં ડૂબતા લોકોને બચાવવા ખાસ સાધનો બોટ તથા અદ્યતન રેસ્ક્યુ ક્રાફટ ફાળવવામાં આવ્યા છે.

સિંહણ ડેમમાં ટ્રેનીંગ ડેમો

ખંભાળીયા પાલિકા ચીફ ફાયર ઓફિસર મીતરાજસિંહ પરમાર દ્વારા આ સાધનો, સ્પીડ બોટ તથા રેસ્કયુ ક્રાફટની તાલીમ તથા ડેમોસ્ટ્રેશન સિંહણ ડેમના પાણીમાં ફાયર વિભાગના કર્મચારીઓ સાથે કરવામાં આવ્યું હતું. જેમાં મનસુખભાઈ મારૂ, સુખદેવસિહ વાઢેર, નિમેશ પ્રજાપતિ, બ્રીજરાજસિંહ સરવૈયા, જીતેન્દ્રસિંહ વાઢેર, હરજુગ ગઢવી, જયપાલસિંહ, નરેશભાઈ ધ્રાગુ, યોગેશ પાથર, બ્રીજરાજસિંહ ઈરસાદભાઈ જોડાયા હતાં.

રેસ્કયુ ક્રાફટ

ખંભાળીયા પાલિકાને ખૂબ જ કિંમતી રેસ્કયુ ક્રાફટ મશીન ફાળવાયું છે. બેટરીથી ચાલતું આ નાની હોડી જેવું સાધન પોણા કિમી સુધી કાંઠા પરથી રીમોટથી સંચાલન કરીને ડૂબતો માણસ હોય ત્યાં આ મશીન મોકલીને તે આ મશીન પકડીને સલામત કાંઠે આવી શકે છે. સ્પીડવાળું આ મશીન ડૂબતાની જિંદગી બચાવવા ઉપયોગી ઝડપી તથા ડૂબતા સુધી તરીને ગયા વગર બચાવી શકાય તેવી વ્યવસ્થા કરી શકાય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh