Advertisement
Author: નોબત સમાચાર

સસ્તુ મેળવવાની લાલચ અને પૈસા બચાવવાના લોભમાં ઉમટ્યો માનવ મહેરામણઃ પોલીસ દોડી

ત્રણબત્તી પાસે કપડાની દુકાનમાં સસ્તા ભાવે સેલની જાહેરાત પછી

જામનગર તા. ર૯: જામનગરના ત્રણબત્તી વિસ્તારમાં એક દુકાનમાં ક૫ડાનો સેલ રાખવામાં આવ્યો હતો. તેની સોશ્યલ મીડિયા મારફત કરવામાં આવેલી જાહેરાતના કારણે ગઈરાત્રે અસંખ્ય માણસો ખરીદી માટે ઉમટી પડતા પોલીસને મેદાનમાં ઉતરવું પડ્યું હતું અને દુકાન બંધ કરાવી લોકોને ત્યાંથી વિખેરવામાં આવ્યા હતાં. કેટલાક વાહનો પણ કબજે કરવામાં આવ્યા હતાં. એટલી મોટી સંખ્યામાં લોકો સસ્તા કપડા મેળવવા ઉમટી પડ્યા હતાં કે તેમને ખદેડવા માટે પોલીસને પરસેવો વળી ગયો હતો. સસ્તામાં કપડા મેળવી લેવાની લાલચ અને પૈસા બચાવવાનો લોભ જે રીતે માનસ મનમાં આકાર લઈ રહ્યો છે તે વધુ એક વખત બહાર આવ્યો હતો.

જામનગરમાં ત્રણબત્તી ચોકથી અનુપમ સિનેમા માર્ગ પર આવેલી એક દુકાનમાં ગઈકાલે પેન્ટ, ટી-શર્ટ વગેરે માત્ર રૃા.૯૯માં આપવાની જાહેરાત સોશિયલ મીડિયા પર કરવામાં આવી હતી તેના પગલે ત્યાં માનવ મહેરામણ ઉમટ્યો હતો. રાત્રે ૯થી ૧૦-૩૦ સુધી આ સેલ ચાલુ રાખવામાં આવશે તેવી જાહેરાત સોશ્યલ મીડિયામાં પ્રસારીત કરવામાં આવી હતી. બસ, પછી શું, આટલું સસ્તુ ક્યાં મળે? એમ વિચારી હજારોની સંખ્યામાં લોકો ત્યાં ઉમટી પડ્યા હતાં અને ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન જરૂરી કામ માટે અહિંથી પસાર થનાર વાહનચાલકો પણ ફસાઈ ગયા હતાં. સ્થિતિ એવી ઊભી થવા પામી હતી કે, તે દુકાનના માલિકે એકઠી થયેલી બેકાબુ ભીડના કારણે દુકાન જ ખોલી શકાય તેમ નથી આથી આજનો સેલ રદ્ કરવામાં આવ્યો છે તેવી વધુ એક જાહેરાત સોશિયલ મીડિયા પર કરવી પડી હતી. માનવ મહેરામણના કારણે  બેડીગેઈટ, ત્રણબત્તી, ટાઉનહોલ સુધી ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી.  આખરે પોલીસ ટૂકડી દોડી આવી હતી અને લોકોના ટોળાને વિખેર્યા હતાં, તો કેટલાક વાહનો પણ ડીટેઈન કર્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh