Advertisement
Author: નોબત સમાચાર

વીમાનો ક્લેઈમ ન ચૂકવાતા વીમા કંપની સામે ગ્રાહક ફોરમમાં ફરિયાદ

બેંક ખાતેદારનો લેવાયો હતો વીમોઃ

જામનગર તા. ર૯: કલ્યાણપુરના બાંકોડીની સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક શાખામાં ખાતું ધરાવતા એક આસામીનો વીમો લેવામાં આવ્યો હતો. તે આસામીનું વીજ આંચકો લાગતા મૃત્યુ થયું હતું. તેમના વારસોએ વળતર મેળવવા કરેલો ક્લેઈમ વીમા કંપનીએ રદ્દ કરતા વીમા કંપની સામે ગ્રાહક તકરાર ફોરમમાં ફરિયાદ કરવામાં આવી છે.

કલ્યાણપુર તાલુકાના બાંકોડીમાં આવેલી સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં ખાતું ધરાવતા નિતેશપરી કરણપરી ગોસાઈ નામના આસામીએ એસબી આઈ જનરલ ઈન્સ્યોરન્સ કંપનીની પોલિસી મેળવી હતી.

તે પછી આ વ્યક્તિનું ઈલે. શોર્ટ લાગતા મૃત્યુ નિપજ્યું હતું. તેમના વારસ હાર્દિકપરી ગોસાઈએ રૃા.૧૦ લાખનું વળતર મેળવવા વીમા કંપનીને જાણ કરી હતી. તે ક્લેઈમ વીમા કંપનીએ રદ્દ કરતા તેની સામે જામનગર જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદી તરફથી વકીલ ભાર્ગવ મહેતા, રામદે ગઢવી, મયુર મારકણા રોકાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh