Advertisement
Author: નોબત સમાચાર

નશાકારક પીણાના વેચાણ અંગે ૨૦ વ્યક્તિ સામે નોંધાયો ગુન્હો

ખંભાળિયા તા. ૨૯: ખંભાળિયામાંથી ગયા ઓગસ્ટ મહિનામાં પોલીસે કહેવાતા આયુર્વેદિક સીરપની બોટલ કબજે કર્યા પછી તેનું પૃથ્થકરણ કરાવાયું હતું જેમાં આલ્કોહોલની હાજરી જણાઈ આવતા કુલ ૨૦ સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે.

ખંભાળિયા શહેરમાં ગઈ તા.૮ ઓગસ્ટના દિને પોલીસે કહેવાતા આયુર્વેદિક પીણાનો જથ્થો પકડી પાડ્યો હતો. બે જુદી જુદી બ્રાંડની કેફી પીણાની બોટલ ઝબ્બે લઈ પોલીસે તેને પૃથ્થકરણ માટે મોકલી આપી હતી. તેનો ગઈકાલે રિપોર્ટ પ્રાપ્ત થયો છે.

રિપોર્ટ પછી ખંભાળિયાના વેપારી ઉપરાંત જુદા જુદા શહેરોના કુલ ૨૦ વ્યક્તિ સામે નશાકારક કેફીપીણાની સપ્લાય અને વેચાણ અંગે ગુન્હો નોંધવામાં આવ્યો છે. આ કેસની તપાસ દ્વારકાના પીઆઈ ટી.સી. પટેલને સોંપવામાં આવી છે. તેઓએ વાતચીતમાં જણાવ્યું છે કે, આરોપી તરીકે જે વ્યક્તિઓના નામ જાહેર કરવામાં આવ્યા છે તેઓને બનતી ત્વરાએ પકડી પાડવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh