Advertisement
Author: નોબત સમાચાર

રેલવેએ વેરો નહીં ચૂકવતા મહાપાલિકાએ રેલવેની કચેરી સીલ કરી

જામનગરમાં વેરા વસૂલાત માટે મોટી કાર્યવાહીઃ

જામનગરમાં આવેલ રેલવે વિભાગની મિલકતોના સર્વિસ ચાર્જની રૃા. ૩૪ કરોડથી વધુ રકમ લાંબા સમયથી ભરપાઈ કરવામાં નહીં આવતા આજે મહાનગરપાલિકા દ્વારા રેલવેની કચેરીને સીલ કરવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરાની બાકી વસૂલાત માટે સીલીંગ કામગીરી કરવામાં આવે છે. જેમાં રેલવે વિભાગની જામનગરમાં આવેલ મિલકત, જમીન અંગે રૃા. ૩૪ કરોડ ૯ર લાખની વસૂલાત વર્ષોથી બાકી લેણી નીકળે છે. આ મામલો વર્ષ પહેલા કોર્ટમાં પહોંચ્યો હતો. તેમાં પણ ચૂકાદો મહાનગરપાલિકાની તરફેણમાં આવ્યો હતો. આ પછી મહાનગરપાલિકાએ રેલવેની વડી કચેરીને અનેક વખત પત્રો પાઠવી ઉઘરાણી કરી હતી. આમ છતાં રેલવે દ્વારા સર્વિસ ચાર્જની રકમ ચૂકવવામાં આવી ન હતી. આખરે અગાઉ જામનગર મહાનગરપાલિકા અને રેલવે વચ્ચે એમ.ઓ.યુ. પણ થયા હતાં, છતાં રેલવેએ પૈસા તો ભર્યા જ નહતાં. આખરે આજે મ્યુનિ. કમિશનરની સૂચનાથી ટેક્સ વિભાગના અધિકારી જીગ્નેશ નિર્મળ પોતાની ટીમ સાથે આજે રેલવેની જી.જી. હોસ્પિટલ પાસે આવેલી કચેરીએ પહોંચ્યા હતાં, જ્યાં ઓફિસમાં કર્મચારી કામ કરતા હતાં તે કચેરી ખાલી કરાવી તેને સીલ મારી દીધું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh