Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાત્રે અગાસી પર સૂઈ ગયા પછી સવારે બન્યો બનાવઃ
જામનગર તા. ૨૯: જામનગરના ગોકુલનગર પાસે એક મકાનમાં ભાડેથી રહેતા પરપ્રાંતિય યુવાન રાત્રે અગાસી પર સૂઈ ગયા પછી સવારે ઉતરતા હતા ત્યારે પગ લપસી જતાં પટકાઈ પડ્યા હતા. ઈજા પામેલા આ યુવાનનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે.
જામનગરના ગોકુલનગર રોડ પર પટેલ એસ્ટેટ નજીક ભાડાના મકાનમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના હરદોઈ જિલ્લાના અહમદાપુર ગામના વતની રાજીવભાઈ બ્રિજકિશોર કુશવાહ (ઉ.વ.૨૬) નામના યુવાન ગઈ તા.૧૯ની રાત્રે મકાનની અગાસી પર સૂવા માટે ગયા હતા.
ત્યાંથી સવારે સાતેક વાગ્યે ઉતરતી વેળાએ પગ લપસી જતાં રાજીવભાઈ પટકાઈ પડ્યા હતા. ગરદન તેમજ પગમાં ઈજા પામેલા આ યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. મૃતકના નાનાભાઈ અવિનાશ કુશવાહે પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial