Advertisement
Author: નોબત સમાચાર

લીમડા લાઈનમાં મોડીરાત્રે વીજ પુરવઠો ખોરવાતા વીજ કચેરીએ રોષભેર રજૂઆત

તાત્કાલિક રીપેરીંગ પછી લોડ વધારો કરાવવા અનુરોધઃ

જામનગર તા. ૨૯: જામનગરના લીમડા લાઈન વિસ્તારમાં ગુરૂવારે રાત્રે બે વાગ્યે સર્જાયેલી વીજ ક્ષતિના કારણે તે વિસ્તારના લોકો વીજ કચેરીએ દોડી ગયા હતા. ત્યાં રોષપૂર્ણ રજૂઆત પછી તે ક્ષતિ નિવારવામાં આવી હતી. વીજ કંપનીએ તે વિસ્તારના ગ્રાહકોને વીજભાર મુજબ લોડ વધારો નોંધાવવા અનુરોધ કરી સળગી ગયેલા કેબલની જગ્યાએ વધુ ક્ષમતાનો કેબલ મૂકી આપ્યો છે.

જામનગર શહેરમાં લીમડા લાઈન વિસ્તારમાં ગુરૂવારની રાત્રે બેએક વાગ્યે ટ્રાન્સ ફોર્મરમાં ધડાકો થયા પછી આ વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જેના પગલે અફડાતફડી મચી ગઈ હતી. મોડીરાત્રે ટ્રાન્સફોર્મરનો મોટો કેબલ સળગતા વીજળી રીસાઈ ગઈ હતી અને આ વિસ્તારના સંખ્યાબંધ નાગરિકો ભરઉંઘમાંથી જાગી ગયા હતા.

ત્યારપછી અવારનવાર સર્જાતી ઉપરોક્ત ક્ષતિથી રોષે ભરાયેલા વીજ ગ્રાહકો લાલ બંગલા પાસે આવેલી વીજ કંપનીની કચેરીએ દોડી ગયા હતા જ્યાં હાજર સ્ટાફને તાત્કાલિક રીપેર કરી આપવા માટે ઉગ્ર માગણી કરવામા આવી હતી. જેના પગલે વીજ કંપનીનો સ્ટાફ દોડધામમાં પડી ગયો હતો.

યુદ્ધના ધોરણે બળી ગયેલા કેબલને બદલાવવાની કામગીરી આરંભાઈ હતી. તે પછી વીજ પુરવઠો ફરીથી શરૂ કરવામાં આવ્યો હતો. આ બાબતે ગઈકાલે વીજ કંપનીએ જણાવ્યું છે કે, લીમડા લાઈન વિસ્તારમાં ગુરૂવારની રાત્રે મોટો કેબલ બળી જવાનો બનાવ બન્યો હતો જેના કારણે વીજ ક્ષતિ સર્જાઈ હતી પરંતુ તરત જ શરૂ કરવામાં આવેલી કામગીરીના પગલે એકાદ કલાકમાં વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો હતો. ટ્રાન્સફોર્મરના કેબલ બળી જવાના આ બનાવના કાયમી નિરાકરણ માટે ગઈકાલે સવારે તે ટ્રાન્સફોર્મરનું યોગ્ય મેઈન્ટેનન્સ કરવામાં આવ્યું હતું અને વધુ ક્ષમતાનો કેબલ નાખી દેવામાં આવ્યો હતો. વીજ કંપનીએ આ વિસ્તારના ગ્રાહકોને વીજભાર મુજબ લોડ વધારાની મંજૂરી મેળવી લેવા પણ અનુરોધ કર્યાે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh