Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લાખોના ખર્ચે નવા વાયર નાખ્યા પછી પણ સમસ્યાઃ
ખંભાળીયા તા. ર૯: ખંભાળીયામાં મોટા વિસ્તારવાળા અને લાંબા શહેરના એક નંબરના વીજ ફીડરમાં વારંવાર ફોલ્ટ સર્જાતા હોય શહેર પીજીવીસીએલના ડે. ઈજનેર તથા સ્ટાફે લાખોના ખર્ચે નવા વીજવાયરો નાખેલા કે જેથી ફોલ્ટ ન આવે, પરંતુ તાજેતરમાં પડેલા મોસમના પ્રથમ વરસાદમાં જ દિવસમાં રોજ વરસાદ આવે એટલે વીજ પુરવઠો ખોરવાઈ જાય તેવી વારંવાર ઘટનાઓ બની હતી.
ખંભાળીયા શહેર એક નંબરના વીજ ફીડરમાં જે નવો કેબલ લાખોના ખર્ચે નાખ્યો છે તે કેબલ તથા થાંભલા પરથી પસાર થતાં વીજ વાયરોમાં ચોમાસામાં વરસાદ પડતા નજીકના વૃક્ષોની ડાળીઓ આ વીજ વાયરો પર પડતા વીજ પુરવઠો ખોરવાઈ જાય અને શોક સરકીટ, વીજ વાયરો તુટવાની ઘટના બને છે.
વરસાદી સિઝનમાં સમારકામ કરવા માટે અવારનવાર પાંચ સાત કલાક બંધ રાખતું વીજ તંત્ર આવી રીતે એક વખત બંધ રાખીને નવી નખાયેલી લાઈનમાં નડતરરૂપ વૃક્ષોની ડાળીઓ દૂર કરાવે તેવી માંગણી ઉઠી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial