Advertisement
Author: નોબત સમાચાર

વાદીની મિલકતમાં પ્રવેશ ન કરવા અદાલતનો મનાઈહુકમ

શંકરટેકરી ઉદ્યોગનગરનો મામલોઃ

જામનગર તા. ૨૯: જામનગરના શંકરટેકરી ઉદ્યોગ નગરમાં મોટર રિવાઈડીંગનું કામ કરતા એક આસામીએ પોતાની દુકાનનો કબજો મેળવી ન લેવાય તે માટે અદાલતનો આશરો લીધો હતો. અદાલતે તેઓની તરફેણમાં કાયમી મનાઈહુકમ ફરમાવ્યો છે.

જામનગરના શંકરટેકરી ઉદ્યોગનગરમાં કે/૧ ટાઈપના શેડ નં.૨૫૧માં દુકાન નં.૬, ૭, ૮ ધરાવતા દિલીપભાઈ મુળજીભાઈ જીલકાની ત્યાં મોટર રિવાઈડીંગનો વ્યવસાય કરે છે. તે જગ્યા ભાવેશ મહેન્દ્રભાઈ ભદ્રાએ મેળવી લેવા પ્રયત્ન કર્યાે હતો.

તેની સામે દિલીપભાઈએ અદાલતમાં દાવો કરી કાયમી મનાઈહુકમ માંગ્યો હતો. તે દાવો ચાલી જતાં અદાલતે કાયમી મનાઈહુકમ ફરમાવ્યો છે. વાદી તરફથી વકીલ આનંદ ગોહિલ, રમેશ ચૌહાણ, કિશન ગોહિલ રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh