Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં કેબલ બળી જવા, જમીનદોસ્ત થવા અને વીજપુરવઠો ખોરવાઈ જવાની જવાબદારી કોની?

લોડ વધી રહ્યો છે તેની કોઈ ટેકનોલોજી જ વીજકંપની પાસે નથી?!

જામનગર તા. ર૯: જામનગરમાં વીજધાંધિયાની સમસ્યા વધી રહી છે, અને રવિપાર્કમાં કેબલ જમીનદોસ્ત થયા પછી ક્યાંક કેબલ બળી જવા કે ક્યાંક ફોલ્ટ સર્જાતા અવારનવાર વીજવિક્ષેપ થાય છે. લીમડાલેનના નાગરિકોએ અડધી રાત્રે વીજકચેરીને ઘેરાવ કર્યા પછી તંત્રે વીજપુરવઠો ચાલુ કરાવ્યો હોય, જાગૃત કોર્પોરેટરે મોડી રાત્રે વીજકંપનીની ટીમને બોલાવીને વીજપુરવઠો પૂર્વવત કરાવ્યો હોય કે રવિપાર્ક ટાઉનશીપના રહીશોએ અવાજ ઊઠાવ્યો હોય, આ તમામ ઘટનાક્રમોમાં પી.જી.વી.સી.એલ.ની જવાબદારી નથી? શું નિયામનુસાર ઉચ્ચ અધિકારીઓ તમામ વિસ્તારોનું દૈનિક સુપરવિઝન કરે છે? તેની તપાસ ખુદ રાજ્યના ઊર્જામંત્રીએ કરવી જોઈએ, તેમ નથી લાગતું?

સરકારી વીજકંપની પી.જી.વી.સી.એલ. તરફથી લોકોને હવે એવી અપીલ કરાઈ રહી છે કે, એ.સી., વોશિંગમશીન, ઈલે. મોટરો, રેફ્રિજરેટર જેવા સાધનો વસાવ્યા પછી તેની પણ જાણ વીજકંપનીને લોકોએ કરવી જ જોઈએ, પરંતુ તે માટેની કોઈ સરળ વ્યવસ્થા કંપનીએ કરી છે ખરી?

બીજો સવાલ એ ઊઠે કે અદ્યતન ટેકનોલોજીના બણંગા ફૂંકતી સરકાર સંચાલિત આ વીજકંપનીઓ પાસે એવી કોઈ ટેકનોલોજી જ નથી, જેથી ક્યાં વિસ્તારમાં કેટલો વપરાશ (લોડ) વધ્યો છે, અને ક્યાં ક્ષમતા-ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાની જરૂર છે, તે આપોઆપ ખબર પડી જાય!

હકીકતે જંગી પગાર ઉપરાંત ક્યાંથી શું વધારાનું 'બીજુ' મળે છે, તેવી માનસિક્તા વધી રહી હોય તેમ નથી લાગતું?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh