Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકના પિતાનું નોંધવામાં આવ્યું નિવેદનઃ
જામનગર તા. ૨૯: કાલાવડના એક યુવાને આર્થિક ભીંસમાં ફસાઈ જવાના કારણે નાસીપાસ થઈને ગઈકાલે પોતાના ઘરમાં ગળાટૂંપો ખાઈ જિંદગીનો અંત આણી લીધો છે. પોલીસે તેના પિતાનું નિવેદન નોંધ્યું છે.
કાલાવડ શહેરમાં ખત્રી શેરીમાં રહેતા પ્રવીણભાઈ ડાયાભાઈ પરમાર નામના મોચી પ્રૌઢના ઓગણત્રીસ વર્ષના પુત્ર વિશાલ પરમારે ગઈકાલે બપોરે પોતાના ઘરમાં છતમાં રહેલા હુંકમાં ગાળીયો પરોવી ગળાફાંસો ખાઈ લીધો હતો.
આ બાબતની સાંજે પાંચેક વાગ્યે તેમના પરિવારને જાણ થઈ હતી. આ યુવાનને નીચે ઉતારી સારવાર માટે ખસેડવાની તજવીજ કરવામાં આવી હતી પરંતુ તે પહેલા વિશાલભાઈનું પ્રાણપંખેરૂ ઉડી ગયાનું જણાઈ આવ્યું હતું.
બનાવની પોલીસને જાણ કરાતા કાલાવડ શહેર પોલીસ સ્ટેશનના જમાદાર વી.ડી. ઝાપડીયા દોડી ગયા હતા. તેઓએ મૃતદેહનો કબજો સંભાળી પિતા પ્રવીણભાઈનું નિવેદન નોંધ્યું છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ તેમનો પુત્ર વિશાલ થોડા સમયથી આર્થિક ભીંસમાં ફસાઈ ગયો હતો. તેનાથી કંટાળીને આ યુવાને ગળાફાંસો ખાઈ લીધો છે. પોલીસે નિવેદન પરથી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial