Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજ ફેંસલા હો જાયેગા... કિસમે કિતના હૈ દમ
બાર્બાડોઝ તા. ર૯: અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝના યજમાનપદે રમાઈ રહેલા ટી-ર૦ ક્રિકેટ વર્લ્ડકપનો આજે ફાઈનલ મુકાબલો ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે થશે.
આ વર્લ્ડકપમાં પ્રારંભિક લીઝ મેચો અને ત્યારપછી સુપર-૮ ના લીગ મેચ અને સેમિફાઈનલ સુધીની યાત્રામાં ભારત અને . આફ્રિકાની ટીમ એક પણ મેચમાં હારી નથી.
ભારત આઠમાંથી સાત મેચ જીત્યું હતું, એક મેચ વરસાદના કારણે રમી શકાય ન હતી, જ્યારે દ. આફ્રિકાની ટીમ આઠે આઠ મેચમાં વિજેતા થઈ છે.
ભારત ર૦૦૭ માં પ્રથમ વખત ટી-ર૦ વર્લ્ડકપ વિજેતા થયું હતું. ત્યારપછી ર૦૧૩ માં વર્લ્ડકપ જીત્યું હતું. ત્યારપછી એકપણ વર્લ્ડકપ જીત્યું નથી. આમ ભારત જો આ વર્લ્ડકપ જીતશે તો ૧૧વર્ષની પ્રતિક્ષાનો અંત આવશે. તો સામા પક્ષે દ. આફ્રિકા ર૬ વર્ષ પહેલા ૧૯૯૮ માં એક આઈસીસી ઈવેન્ટમાં ચેમ્પિયન થયું હતું, પણ ત્યારપછી દ. આફ્રિકા એક પણ વર્લ્ડકપ જીત્યું નથી.
અત્યાર સુધીના વર્લ્ડકપ ઈવેન્ટમાં દ. આફ્રિકાની ટીમ અંતિમ ઘડીએ હારી હોય, ચોકર્સ ટીમ ગણાય છે ત્યારે આજના મેચમાં મર્કરમની આગેવાની હેઠળની ટીમ રોહિત શર્માની ટીમને પરાજીત કરી આ મેણું ભાંગવા સજ્જ થઈ છે.
આજનો મેચ ભારે રોમાંચક અને રસાકસીપૂર્ણ બની રહેશે તેવું ક્રિકેટ પંડિતોનું માનવું છે, જો કે ફેવરીટ તો ટીમ ઈન્ડિયા જ ગણાવાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial