Advertisement
Author: નોબત સમાચાર

પ્રૌઢ પર જીવલેણ હુમલો કરનાર બે શખ્સને પાંચ-પાંચ વર્ષની કેદની સજા

બંનેને ૨૫-૨૫ હજારનો દંડ ભરવા આદેશઃ

જામનગર તા. ૨૯: જામજોધપુરના સમાણા ગામમાં વર્ષ ૨૦૧૨માં એક ખેતર પાસે ક્રિકેટ રમતા બે શખ્સને ખેતર માલિક ના પાડવા જતાં તેમના પર બેટથી જીવલેણ હુમલો કરાયો હતો. પોલીસે હત્યા પ્રયાસની કલમ નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી. તે કેસ ચાલી જતાં જામનગરની સેશન્સ કોર્ટે બંને આરોપીને પાંચ પાંચ વર્ષની સખત કેદની સજા અને રૃા.૨૫-૨૫ હજારનો દંડ ફરમાવ્યો છે.

આ બનાવની વધુ વિગત મુજબ જામજોધ૫ુર તાલુકાના સમાણા ગામમાં રહેતા જયશ્રીબેન જયંતિભાઈ વાદી નામના મહિલાના પતિ જયંતિભાઈ હિરજીભાઈ વાદીના ખેતર પાસે ગઈ તા.૨૫-૯-૧૧ની બપોરે દિનેશ ડાયાભાઈ વાઘેલા ઉર્ફે જમન તથા ભૂપેન્દ્ર ડાયાભાઈ વાઘેલા ઉર્ફે ધીરૂ સહિતના શખ્સો ક્રિકેટ રમતા હતા. આ વેળાએ ત્યાં ગયેલા જયંતિભાઈએ મારા ખેતર પાસે ક્રિકેટ ન રમો, પાકને નુકસાન થાય છે તેમ કહેતા ઉશ્કેરાયેલા ઉપરોક્ત બંને શખ્સે ગાળો ભાંડ્યા પછી દિનેશે પોતાના હાથમાં રહેલુ બેટ જયંતિભાઈના માથામાં ફટકાર્યું હતું. જ્યારે ધીરૂએ પણ બેટથી હુમલો કરી માર માર્યાે હતો. જીવલેણ ઈજા પામેલા જયંતિભાઈને દવાખાને ખસેડવામાં આવ્યા હતા. પોલીસે જયશ્રીબેનની ફરિયાદ પરથી હત્યા પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો હતો.

ઉપરોક્ત ગુન્હાની તપાસ કર્યા પછી પોલીસે જામજોધપુર કોર્ટમાં ચાર્જશીટ કર્યું હતું. જામજોધપુરના જ્યુડી. મેજી. (ફ.ક.)એ તે કેસ જામનગર સેશન્સ કોર્ટમાં કમિટ કરવા મોકલી આપ્યો હતો. સરકાર પક્ષે ફરિયાદી, ઈજા તેમજ અન્ય સાહેદોની જુબાની રજૂ કરી હતી. તે ઉપરાંત પંચનામું સહિતના દસ્તાવેજી પુરાવાઓ પણ રજૂ કર્યા હતા.

બંને પક્ષ તરફથી રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી ન્યાયમૂર્તિ વી.પી. અગ્રવાલે  આરોપી દિનેશ ઉર્ફે જમન ડાયાભાઈ વાઘેલા અને ભૂપેન્દ્ર ઉર્ફે ધીરૂ ડાયાભાઈ વાઘેલાને આઈપીસી ૩૦૭ અને ૧૧૪ના ગુન્હામાં તક્સીરવાન ઠરાવી બંનેને પાંચ-પાંચ વર્ષની સખત કેદની સજા અને રૃા.૨૫-રપ હજારનો દંડ ફટકાર્યાે છે. દંડ ભરવામાં ન આવે તો વધુ છ મહિનાની સજા ફરમાવાઈ છે. સરકાર તરફથી પીપી પિયુષ પરમાર રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh