Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૧પ-જુલાઈ સુધીમાં
ખંભાળીયા તા. ર૯: દ્વારકા જિલ્લામાં ૧પ-જુલાઈ સુધીમાં ખંભાળીયામાં રામનગર તથા કલ્યાણપુરમાં જામરાવલમાં પીજીવીસીએલના અલાયદા સબ ડિવિઝનો શરૂ થશે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં ખંભાળીયા શહેર - ખંભાળીયા ગ્રામ્ય અને વડત્રા એમ. પીજીવીસીએલના ત્રણ સબ ડિવિઝનો વચ્ચે ખૂબ જ મોટી સંખ્યામાં વીજ કનેકશન ગ્રાહકો તથા ઓછો સ્ટાફ હતો. તેવી જ સ્થિતિ કલ્યાણપુર સબ ડિવિઝનની હતી કે, જેમાં કલ્યાણપુર સાથે જામરાવલને પણ રખાતા ત્યાં પણ વધુ કનેકશન, ઓછો સ્ટાફ, ફરિયાદોનો નિકાલ નહીંની સ્થિતિ થતી હતી.
અગાઉ આ મુદ્દે ખંભાળીયાના પૂર્વ ધારાસભ્યો સ્વ. કાળુભાઈ ચાવડા, સ્વ. મેઘજીભાઈ કણઝારીયા વિગેરે દ્વારા રજૂઆતો થઈ હતી તથા હાલમાં પણ રાજયમંત્રી મૂળુભાઈ બેરાને જિલ્લા પંચાયતના સદસ્ય તથા કારોબારી ચેરમેન જીતેન્દ્ર મેઘજીભાઈ કણઝારીયા તથા સંજયભાઈ હરીભાઈ નકુમ દ્વારા રજૂઆતો કરાતા તેમના પ્રયાસોથી ખંભાળીયામાં ચોથું રામનગર સબ ડિવિઝન તથા કલ્યાણપુર સબ ડિવિઝનમાંથી જામરાવલ સબ ડિવિઝન નવું મંજૂર થયું જે ૧પ-૭-ર૦ર૪ પહેલા શરૂ થવા સંભાવના છે.
નવા સબ ડિવિઝનોમાં અલગ સ્વતંત્ર અધિકારીઓ સાથે ૪૦ જેટલા કર્મચારીઓનો તાલીમબદ્ધ સ્ટાફ પણ ફાળવાશે. જામરાવલની કચેરી રાવલ ગામમાં તથા રામનગરની કચેરી રામનગર વિસ્તારમાં જ થશે, જેથી લોકોને પોતાના ગામથી દૂર ના નવું પડે નવા સબ ડિવિઝનો થતાં વીજ કનેકશનો ગ્રાહકોનો ભાર ઘટતા કામ સારી રીતે થઈ શકશે. રાજયમંત્રી મૂળુભાઈ બેરાના સફળ પ્રયાસો આ બે સબ ડિવિઝન શરૂ કરવામાં આવી રહ્યાં છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial