Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા ગ્રામ્ય પંથકમાં અવિરત વીજ ધાંધીયાથી લોકોમાં ઉગ્ર રોષની લાગણી

અગ્રણીઓ દ્વારા સુપ્રિ. ઈજનેરને રજૂઆત

ખંભાળીયા તા. ર૯: ખંભાળીયાના ગ્રામ્ય પંથકમાં વારંવાર વીજ ધાંધીયા તથા વારંવાર ફીડરો કલાકો સુધી ફોલ્ટમાં જવા તથા દિવસો સુધી વારંવાર આવું થતું હોય લોકોમાં રોષ ફેલાતા લોકોના ટોળા સબ સ્ટેશને રાત્રે દોડી જઈને પીજીવીસીએલના કર્મીઓ સાથે ઘર્ષણ થવાના બનાવો અને પોલીસ બોલાવવી પડી હોય તેવા બનાવો બનતા ભારે ચર્ચા જાગી છે.

એક સામાન્ય ખેડૂતે આ બાબતે જણાવેલ કે ફોલ્ટના નામે કલાકો સુધી વીજ ફીડર બંધ રાખતા અમને ખૂબજ પરેશાની થાય છે. કમ્પલેઈન નંબર જાહેર કરાયા છે, તે કાં તો લાગતા નથી અને એંગેજ આવે છે તો પીજીવીસીએલના કર્મચારીના વ્યક્તિગત ફોન કરવામાં આવે તો તે ઉપાડતા નથી અથવા ઉડાઉ જવાબ આપે છે તો કયારેક એમ પણ કહે છે કે આ અમારો પર્સનલ નંબર છે. બોર્ડનો નથી ઉપાડવો હોય તો ઉપાડીયે!!

આવી અનેક ફરિયાદો થતાં ગઈકાલે અગ્રણીઓ દ્વારા જામનગર સુપ્રિ. ઈજનેરને વીડિયો-ફોટાની સાબિતી સાથે વિગતો મોકલીને રજુઆત કરી તુરત યોગ્ય કરવા માંગણી કરાઈ હતી.

બે માસમાં કાર્યપાલક   ઈજનેર બદલાયા

ખંભાળીયા પીજીવીસીએલના કાર્યપાલક ઈજનેર બારીસા વયમર્યાદાને કારણે નિવૃત્ત થતાં તેમને સ્થાને રાજકોટમાંથી મૂકાયેલા કાર્ય. ઈજનેર ટોલીયાની બદલી પાછી બે માસમાં રાજકોટ થતાં ખંભાળીયા ડિવિઝનમાં ફરી કાર્ય.ઈજનેરની જગ્યા ખાલી થઈ છે...!!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh