Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટાંકામાંથી તાંબા-પીત્તળની રીંગની ચોરી, લીકેજના નામે ખોટા બીલઃ મોટું કૌભાંડ
જામનગર તા. ર૯: જામનગરમાં મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખામાં કૌભાંડ ચાલતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉપરાંત ગેકાયદે નળ જોડાણો આપવામાં આવતા હોવાનો આક્ષેપ પણ કરાયો છે. જો કમિશનર આ બાબતે ધ્યાન આપે તો મનપાની તિજોરીને થતું નુક્સાન અટકી શકે તેમ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ વોટર વર્કસ શાખાના એક ઈ.એસ.આર. (પાણીના ટાંકા) માંથી તાંબા-પીત્તળની રીંગની ચોરી કરવામાં આવે છે. લીકેજના નામે ખોટા બીલ બની રહ્યા છે. ઓવરબ્રીજ, યોગેશ્વરનગર વિસ્તારમાં ગેરકાયદે નળ જોડાણો, મોટી સંખ્યામાં આપવામાં આવ્યા છે, અને એક જોડાણ દીઠ પાંચ હજારનું ઉઘરાણું કરવામાં આવ્યું છે.
નિયમિત પાણી વેરો ભરતા લોકોને પૂરતું પાણી મળતું નથી, પરંતુ બિલ્ડર્સ, કોન્ટ્રાક્ટર, અધિકારીની મીલી ભગતથી સાતસોથી વધુ નળજોડાણ આપવામાં આવ્યા છે.
ગુલાબનગર ઈ.એસ.આર.ના ગોડાઉનમાંથી ચોરી થયેલ સામગ્રીની ફરિયાદ કરવામાં આવી નથી, શા માટે? આ અંગે વોટર વર્કસ શાખા સાથે સંકળાયેલા જાગૃત નાગરિકે પ્રશ્ન ઊઠાવ્યો છે અને જરૂર પડ્યે વધુ વિગતો પ્રકાશમાં લાવશે તેમ પણ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial