Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યમાં દસ દિ'માં પાંચમો પુલ જમીનદોસ્ત...!
પટણા તા. ર૯: બિહારના મધુબનીમાં બની રહેલો બ્રિજ રાજ્યમાં દસ દિવસમાં પુલ ધરાશાયી થવાની પાંચમી ઘટના છે, જે રાજ્યમાં ચાલતા ભ્રષ્ટાચારને ઉજાગર કરે છે.
મોદી સરકારના સાથી પક્ષ જેડીયુ અને ભાજપ શાસિત બિહારમાં પુલ તૂટી પડવાનો સિલસિલો ચાલુ છે. જેમાં હવે મધુબની જિલ્લામાં એક નિર્માણાધિન પુલ તૂટી પડવાના સમાચાર પણ સામે આવ્યા છે. બિહારમાં છેલ્લા દસ દિવસમાં પુલ ધરાશાયી થવાની આ પાંચમી ઘટના છે. હવે પુલ તૂટી પડવાને લઈને ફરી એકવાર અધિકારીઓનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે.
પુલ તૂટી પડવાની આ ઘટના જિલ્લાના માધુપુર બ્લોકમાં બની હતી, જ્યાં ભૂતિયા નદી પર આ પુલ બનાવવામાં આવી રહ્યો હતો. સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ બ્રિજ છેલ્લા ચાર-પાંચ વર્ષથી બની રહ્યો છે. બ્રિજના નિર્માણથી લોકોને આશા હતી કે તેમના વિસ્તારમાં વિકાસના કામોને વેગ મળશે, પરંતુ તે પહેલા જ પુલ ધરાશાયી થઈ ગયો છે.
ઉલ્લેખનિય છે કે, ૧૮ જુલાઈના પડોશી જિલ્લા અરરિયામાં એક પુલ ઉદ્ઘાટન પહેલા જ તૂટી પડ્યો હતો. આનાથી તેના નિર્માણ કાર્ય પર ઘણાં પ્રશ્નો ઊભા થયા. આ પછી ર૩ જૂને પશ્ચિમ ચંપારણ જિલ્લામાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ નિર્માણાધિન પુલનો એક ભાગ તૂટી પડ્યો હતો. રર જૂને સિવાનના મહારાજગંજમાં આવો જ એક અકસ્માત થયો હતો અને પોલીસનું એક નાનું વાહન ગંડક કેનાલમાં ખાબક્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial