Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંબંધિત વ્યક્તિઓના નિવેદનોના આધારેે તપાસ શરૃઃ
જામનગર તા. ૧૩: ધ્રોલની ભાગોળે ખારવા રોડ પર આવેલી ગણેશ સ્કૂલમાં નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી ૧૯ વર્ષિય વિદ્યાર્થિની પ્રજ્ઞા બાબુભાઈ પરમારના ગળેફાંસાથી થયેલા મૃત્યુના બનાવમાં પ્રાથમિક તપાસ દરમિયાન પ્રેમપ્રકરણનો એંગલ સામે આવ્યો હોવાનું જાણવા મળ્યું છે, જો કે પોલીસે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી અને તમામ પાસાઓની તપાસ ચાલી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અરવલ્લી જિલ્લાના ધાનપુર તાલુકાના કાકડખીલા ગામની રહેવાીસ પ્રજ્ઞાને તેના વતનના મિલન નામના યુવાન સાથે પ્રેમસંબંધ હતો. વેકેશન દરમિયાન તે પોતાના પ્રેમી સાથે થોડા દિવસ માટે ચાલી ગઈ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
મળતી વિગતો અનુસાર, ર૭ મે ના વેકેશન પૂૃણ થયા પછી પ્રજ્ઞા પોતાની બે સહપાઠી યુવતીઓ સાથે બસમાં ધ્રોલ પરત ફરી રહી હતી. દરમિયાન તે રસ્તામાં જ રોકાઈ ગઈ હતી અને પોતાની સહપાઠીઓને ધ્રોલ મોકલી આપી હતી. ત્યારપછી તે પોતાના પ્રેમી સાથે ચાલી ગઈ હોવાનું સામે આવ્યું છે.
આ ઘટનાના અનુસંધાને તેના પિતાએ ૩૦ મે ના પોતાના વતનમાં પુત્રી ગુમ થઈ હોવાની નોંધ કરાવી હતી. બાદમાં ૯ જૂને પ્રજ્ઞા પોતાના ઘરે પરત ફરી હતી. પરિવાર સાથે વાતચીત અને સમાધાન થયા પછી ૧૦ જૂને તેના પિતા તેને ધ્રોળની હોસ્ટેલમાં મૂકી ગયા હતાં.
જો કે, બીજા જ દિવસે, ૧૧ જૂને બપોરના સમયે પ્રજ્ઞાએ હોસ્ટેલના રૂમમાં ચુંદડી વડે પંખા સાથે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું. બનાવની જાણ થતા ધ્રોલ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વિદ્યાર્થિનીએ આ પગલું ક્યા સંજોગમાં ભર્યું અને તેની પાછળનું ચોક્કસ કારણ શું છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા પરિવારજનો, સહપાઠીઓ તથા અન્ય સંબંધિત વ્યક્તિઓના નિવેદનોના આધારે સમગ્ર ઘટનાક્રમની તપાસ કરવામાં આવી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial