Advertisement
Author: નોબત સમાચાર

રૂપિયા ૩.૮૬ કરોડના અનઓથોરાઈઝડ ટ્રાન્ઝેક્શનના આરોપીની જામીન અરજી નામંજૂર

ઓપરેશન મ્યુઅલ હંટ હેઠળ કાર્યવાહી થઈ હતીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: ઓપરેશન મ્યુઅલ હંટ હેઠળ આશરે ચાર કરોડના અનઓથોરાઈઝડ ટ્રાન્ઝેકશન કરાવતા આરોપીની જામીન અરજી સેશન્સ કોર્ટે રદ્દ કરી છે.

તા.૧૪ માર્ચ ૨૦૨૬ના સાયબર ક્રાઈમ શાખાના પોલીસ કર્મચારી કાળુભાઈ ડાડુભાઈ વસરાએ પોર્ટલ પર ઓનલાઈન ચેક કરતા દ્વારકાધીશ એન્ટરપ્રાઈઝમાં કુલ રૂ।.૩૮૬૭૪૭૫૬નું અનઓથોરાઈઝડ ટ્રાન્ઝેકશન જોવા મળ્યું હતું જેની ટેકનીકલ એનાલીસીસના આધારે તપાસ કરાતા એકાઉન્ટ હોલ્ડર કનૈયાલાલ ખીમજીલાલ સભાયા (નાની માટલી)નું હોવાનું જણાઈ આવેલ. તેણે તથા તેમના મળતીયાઓએ સાથે મળીને ઓનલાઈન ફ્રોડ કરતી ગેંગ બનાવી અગાઉથી કાવતરૂ રચીને પોતાના નામનું બેંક એકાઉન્ટ ઓનલાઈન આર્થિક ગુન્હાઓની ઠગાઈ માટે આપીને લોકો સાથે ઈન્ટરનેટના માધ્યમથી ખોટી ઓળખ ઉભી કરીને રૂ।.૩.૮૬ કરોડનું ટ્રાન્ઝેક્શન કરાવી સાયબર ક્રાઈમ આચરતી ગેંગ સાથે મળી આ નાણા પોતાના ઉપયોગમાં લઈ સગેવગે કર્યા હતા.

જે મુજબની ફરિયાદ આરોપીઓ કનૈયાલાલ ખીમજીભાઈ સભાયા, લાખા રાણાભાઈ ઝાપડા, રાજકુમાર મુકેશભાઈ ઝાપડા, આર્યન જયંતિભાઈ જોગાણી અને શૈલેષ મકવાણા સામે દાખલ કરાવી હતી. જેમાં આરોપી કનૈયાલાલ સભાયાને જેલહવાલે કરાયા હતા અને તેમણે અદાલતમાં જામીન અરજી કરી હતી અને પોતે નિર્દોષ છે, પોતાની સામે પ્રથમ દર્શનીય કેસ નથી, ચાર્જશીટ થઈ ગયેલ છે તેવી દલીલો કરી હતી તેની સામે સરકારી વકીલ રાજેશ કે. વશીયરે દલીલ કરી હતી કે, હાલમાં ઓનલાઈન ઠગાઈનું પ્રમાણ વધી ગયું છે અને આરોપીના ખાતામાં માતબર રકમનું અનઓથોરાઈઝડ ટ્રાન્ઝેકશન થયું છે અને સરકાર આવા સાયબર ક્રાઈમ રોકવા માટે ઓપરેશન મ્યુઅલ હંટ લોંચ કરેલ છે.

આરોપીને જામીન આપવામાં આવશે તો નાસી જશે આથી તેને જામીન પર છોડી શકાય નહી. આ તમામ દલીલોને ધ્યાને લઈ સેશન્સ કોર્ટે આરોપી કેતન ખીમજીભાઈ સભાયાની જામીન અરજી રદ્દ કરી હતી. આ કેસમાં સરકાર તરફે વકીલ રાજેશ વશીયર રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh