Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગઃ
જામનગર તા. ૧૩: ચોમાસાની સિઝનને કારણે દરિયામાં માછીમારી પર પ્રતિબંધ હોવા છતાં સલાયાના બે માછીમારો સમુદ્રમાં માછીમારી કરવા જતાં પોલીસે તેની સામે જાહેરનામા ભંગ બદલ ગુન્હો નોંધ્યો છે.
હાલમાં ચોમાસાની સિઝનને કારણે દરિયામાં માછીમારી કરવા જવા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું દેવભૂમિ દ્વારકા મેજીસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. આમ છતા સલાયાના ઈબ્રાહીમ હારૂનભાઈ સુંભણીયા, ઉમર ઈબ્રાહીમભાઈ ચબા સરકારની કોઈપણ જાતની પરવાનગી લીધા વગર એન્જિન લગાડેલી બોટ લઈને દરિયામાં માછીમારી કરવા ગયા હતા. આથી સલાયા મરીન પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ વિપુલ સાજણભાઈ ડાંગરે આ બંને માછીમારો સામે જિલ્લા મેજી.ના જાહેરનામા ભંગ બદલ ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial