Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બિલ્ડીંગ પરથી શ્વાન ફેંકવાનો વીડિયો વાયરલ બાદ કાર્યવાહી
જામનગર તા ૧૩, જામનગરના કુકડા કેન્દ્ર આવાસ વિસ્તારમાં શ્વાન પ્રત્યે ક્રૂરતા દાખવવાના મામલે સિટી 'બી' ડિવિઝન પોલીસે મુખ્ય આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવમાં મુખ્ય આરોપી તરીકે સરૂસેક્સન રોડ ધરાર નગર-૧ વિસ્તારના રહેવાસી ઇરફાન હાજીભાઈ વાંઢા સામે ગુનો નોંધાયા ૫છી પોલીસે તેની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.
તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક શ્વાનને બિલ્ડિંગના ઉપરના માળેથી નીચે ફેંકવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનાને પગલે પશુપ્રેમીઓ અને પ્રાણી કલ્યાણ સંસ્થાઓ દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.
પોલીસ ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ તથા પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારપછી સિટી 'બી' ડિવિઝન પોલીસે કાર્યવાહી કરીને મુખ્ય આરોપીની અટકાયત કરી લીધી છે.
આ બનાવમાં ઇજાગ્રસ્ત બનેલું આશરે ત્રણ માસનું ગલૂડિયું હાલ એક પશુ કલ્યાણ કેન્દ્રમાં સારવાર હેઠળ છે. પશુચિકિત્સકોના જણાવ્યા મુજબ તેની તબિયત સ્થિર છે અને તે ભયમુક્ત બની રહૃાું છે. ઉપરાંત બિલ્ડિંગના પ્રથમ માળેથી નીચે ફેંકવામાં આવેલી શ્વાન (કૂતરી)ને પણ સમયસર સારવાર આપવામાં આવતા તેની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. હાલ તે પણ એક એનિમલ કેર સેન્ટરમાં સારવાર અને દેખરેખ હેઠળ રાખવામાં આવી છે.
પશુપ્રેમીઓએ પોલીસની ઝડપી કાર્યવાહીને આવકારી છે, અને પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા દાખવનાર તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. સમગ્ર મામલે સિટી 'બી' ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ રાખવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial