Advertisement
Author: નોબત સમાચાર

પ. બંગાળ, બિહાર, ઓદિશા, અસમ, મેઘાલયમાં ચોમાસાની એન્ટ્રીઃ ઓરેન્જ એલર્ટ

ઉ.મ. ભારતમાં બે દિ'માં વરસાદની આગાહી

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૩: ચોમાસું પ્રચંડ વેગે આગળ વધતા બંગાળની ખાડી સહિત ઓડિશા અને બિહારમાં ધમાકેદાર એન્ટ્રી થઈ છે, અને અસમ અને મેઘાલયમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે.

દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હવે વધુ આક્રમક બનીને બંગાળની ઉત્તર-પશ્ચિમ ખાડીના સમગ્ર વિસ્તારમાં સંપૂર્ણપણે આગળ વધી ગયું છે. આ સાથે જ ચોમાસાએ પશ્ચિમ બંગાળ અને બિહારના વધુ કેટલાક ભાગો તમજ ઓડિશા અને ઝારખંડના વિવિધ વિસ્તારોમાં સત્તાવાર ધમાકેદાર પ્રવેશ કરી લીધો છે, જેના કારણે દેશના મોટાભાગના વિસ્તારોમાં પ્રચંડ વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે કુદરતી આફતની ચેતવણી આપતા આવતીકાલે અસમ અને મોઘાલયમાં અત્યંત ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાને પગલે 'ઓરેન્જ કલર'નું અલર્ટ જાહેર કર્યું છે.

આ ઉપરાંત ઉત્તર-પૂર્વ ભારતની સાથે બિહાર, કેરળ, માહે, ઓડિશા અને પશ્ચિમ બંગાળના હિમાલયન વિસ્તારોમાં પણ મુશળધાર વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ, દેેશના ઉત્તર અને મધ્ય ભાગોમાં પણ હવામાનમાં મોટો પલટો આવવાની આશંકા છે. હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર આવતીકાલે દેશની રાજધાની દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદશ તેમજ કોંકણ અને ગોવામાં ભારે પવન ફૂંકાવા સાથે વીજળીના કડાકા ભડાકા અને વાવાઝોડું (થંડરસ્ટોર્મ) આવવાની આશંકા છે. આગામી બે દિવસ દરમિયાન અંડમાન અને નિકોબાર ટાપુઓ, જમ્મુ-કાશ્મીર, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ અને છત્તીસગઢમાં પણ આવું જ તોફાની વાતાવરણ જોવા મળી શકે છે.

આ સાથે રાજસ્થાન, ઝારખંડ અને મધ્યપ્રદેશમાં તીવ્ર ધૂળની ડમરીઓ અને ગાજવીજ સાથે વરસાદી વાવાઝોડું ત્રાટકવાની ચેતવણી અપાઈ છે. રાજધાની દિલ્હીના હવામાનની વિગતો આપતા એજન્સીએ જણાવ્યુું છે ક, આવતીકાલે દિલ્હીમાં આંશિક રીતે વાદળછાંયુ વાતાવરણ રહેશે.

આ દરમિયાન દિલ્હીમાં મહત્તમ તાપમાન ૩૬ થી ૩૮ ડીગ્રી સલ્સિયસની આસપાસ રહેશે, જ્યારે લઘુતમ તાપમાન રર થી ર૪ ડીગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાવાની સંભાવના છે, જેનાથી લોકોને અસહ્ય ગરમીમાંથી મોટી રાહત મળશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh