Advertisement
Author: નોબત સમાચાર

ગીતા વિદ્યાલયમાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ

પ.પૂ. મનહરલાલજી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: ગીતા વિદ્યાલયના અધિ સ્થાપક પ.પૂ. મનહરલાલજી મહારાજની પચીસમી પુણ્યતિથિ નિમિતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ તા. ૧૬-૬ના મંગળવારે સાંજે ૬:૩૦ થી ૮ વાગ્યા દરમ્યાન ગીતા વિદ્યાલય, કે.વી. રોડ, જામનગરમાં રાખવામાં આવ્યો છે. જેમાં ગીતા વિદ્યાલયના બાળકો ગુરૂજીની છબીને પુષ્પાંજલિ અર્પણ કરશે તથા તેમના જીવનચરિત્ર અંગે વકતવ્ય રજૂ કરશે. આ ઉપરાંત શ્રીમદ્ ભાગવત ગીતાના સામૂહિક પાઠ, રામચરિત માનસની ચોપાઈ અને સ્તોત્રોના શ્લોકનું પઠન કરવામાં આવશે. ગીતા વિદ્યાલયમાં નિયમિત આવતા બાળકોને સ્કૂલબેગ, ફૂલસ્કેપ ચોપડા, શૈક્ષણિક કીટનું વિતરણ સંસ્થા તરફથી કરવામાં આવશે. કાર્યક્રમના અંતે પ્રાર્થના પછી પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. નગરની ધર્મપ્રેમી જનતાને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ગીતા વિદ્યાલય પરિવાર દ્વારા જણાવાયુ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh