Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નગરપાલિકા તંત્રના થૂંકના સાંધા જેવા પ્રયાસોઃ
ખંભાળિયા તા. ૧૩: ખંભાળિયા નગરપાલિકા સામે ફરીથી શહેરમાં ગંદા-ડહોળા અને દુર્ગંધયુક્ત પાણીની સમસ્યાનો પડકાર ઊભો થયો છે. થોડા દિવસો અગાઉ આવી પરિસ્થિતિ સર્જાઈ હતી, અને અખબારી અહેવાલોના પગલે ન.પા. તંત્ર જાગ્યું હતું તેમજ નર્મદાનું પાણી વધારવા, બોર-કૂવામાંથી પાણી લેવા જેવા પ્રયાસો થયા હતાં, પણ આ કામગીરી થૂંકના સાંધા જેવી પૂરવાર થઈ રહી છે.
નર્મદાનું પાણી જે ૬ એમએલડી આપવાની જાહેરાત થઈ હતી તે હવે માંડ ૧-ર એમએલડી જ મળે છે. સ્થાનિક સ્ત્રોતોમાં પણ ક્યાંક ઈલે. મોટર બોરમાં ફસાઈ જવા, અન્ય ટેકનિકલ ફોલ્ટ થવાના કારણે સંપમાં પાણીનો પૂરતો જથ્થો જ સ્ટોરેજ થતો નથી. પરિણામે શહેરમાં નળ વાટે ડહોળું અને દુર્ગંધ મારતું પાણી મળી રહ્યું હોવાની વ્યાપક ફરિયાદો ઊઠવા પામી છે. આ સ્થિતિમાં શહેરમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત પ્રવર્તી રહી છે.
આ સંજોગોમાં ન.પા. તંત્ર દ્વારા પા.પુ. વિભાગ પાસેથી નર્મદાના પાણીનો જથ્થો વધારવા તથા અન્ય સ્ત્રોતોમાંથી પાણી મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial