Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના હાસ્ય કલાકારની કારને મુંબઈ નજીક નડ્યો અકસ્માતઃ ચારેક લોકો ઘવાયા

ફિલ્મનું શૂટીંગ કરી પરત ફરતી વેળાએ બન્યો બનાવઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગરના હાસ્ય કલાકાર ધારશી બેરડીયાની કારની મુંબઈ નજીક અકસ્માત નડ્યો હોવાનું જાણવા મળે છે. તેમની સાથે પણ અન્ય ત્રણ-ચાર લોકો હતા. આ તમામને નાની મોટી ઈજા થવા પામી હતી.

જામનગરના હાસ્ય કલાકાર ધારશી બેરડીયા, ફિલ્મ ડાયરેકટર સહિતના લોકો તા.૮ના રાત્રે ફિલમનું શૂટીંગ કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની મોટરને અકસ્માત નડ્યો હતો. જેમાં ધારશી બેરડીયા સહિતના અને કેટલાક લોકોને ઈજા પહોંચી હતી. આ તમામને સારવાર માટે મુંબઈની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જો કે, હાલ ધારશી બેરડીયાની તબીયત સારી હોવાના અહેવાલો મળી રહ્યા છે.

મળતી માહિતી મુજબ તેઓ નદી પુરાણ નામની ફિલ્મનું શૂટીંગ પૂર્ણ કરી પરત ફરતા હતા અને ધારશીભાઈ સાથે ફિલ્મ ડાયરેક્ટર રમેશ મોદી, મેકઅપ આર્ટીસ્ટ ચંદન, કેમેરામેન રાજન, એડીટર જયંતિભાઈ ચૌહાણ વગેરે પણ ઈજાગ્રસ્ત બન્યા હતા.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh