Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૧૫ જૂનના સોમવારે
જામનગર તા. ૧૩: જામનગર નેચર કલબ દ્વારા પર્યાવરણ મૈત્રી ગોરમાના વિસર્જનનો કાર્યક્રમ તા. ૧૫-૬ના સોમવારે સાંજે ૪ થી રાત્રિના ૯ વાગ્યા દરમ્યાન લાખોટા તળાવ ગેટ નં. ૧, જામનગરમાં રાખવામાં આવ્યો છે. આ પાવન પ્રસંગે જામનગર વન વિભાગ દ્વારા દરેક ભક્તજનોને પવિત્ર એવા તુલસીના રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે પવિત્ર પુરૂષોત્તમ માસ દરમ્યાન ભક્તજનો ગોરમાંનું પૂજન કરે છે તથા અધિક માસના અંતિમ દિવસે ગોરમાંનુ વિસર્જન કરવામાં આવે છે. આથી લોકોની અસ્થાને ધ્યાનમાં રાખી અને અધિક માસનું પુણ્ય દરેક ભક્તને અખંડિત રીતે પ્રાપ્ત થાય તે હેતુથી નવાનગર નેચર કલબ દ્વારા આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આથી સર્વે ભાવિકોને પોતાના ગોરમાંનું વિસર્જન નિર્ધારિત સ્થળે કરવા પ્રમુખ વિજયસિંહ જાડેજા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial