Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'ટ્રુથ સોશિયલ' પર ટ્રમ્પની સત્તાવાર જાહેરાત
વોશિંગ્ટન તા. ૧૩: અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોશિયલ મીડિયા દવારા કરેલી જાહેરાત મુજબ અમેરિકાની સેનાએ વેનેઝુએલામાં ઘૂસીને કુખ્યાત ડ્રગ્સ માફિયા નીનો ગુરેરોને ફૂંકી માર્યો છે. આ કદમ ટ્રમ્પે ઈરાન યુદ્ધથી દુનિયાનું ધ્યાન ભટકાવા માટે ઊઠાવ્યું હોવાના પ્રત્યાઘાતો સામે આવ્યા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર સત્તાવાર જાહેરાત કરીને જણાવ્યું છે કે, અમેરિકન સેનાએ વેનેઝુએલામાં એક ભયાનક સૈન્ય ઓપરેશન પાર પાડીને ખતરનાક ડ્રગ માફિયા હેક્ટર રસ્ટન ફોર્ડ ગુરેરો ફ્લોરેસ ઉર્ફે 'નીનો ગેરેરો'ને મોતને ઘાટ ઉતારી દીધો છે.
ટ્રમ્પે આ સૈન્ય હુમલાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે અને આ કાર્યવાહી વેનેઝુએલા સરકારના સમન્વય સાથે કરવામાં આવી હોવાનો દાવો કર્યો છે.
રાજકીય વિશ્લેષકોના મતે છેલ્લા બે દિવસથી ઈરાન પર થઈ રહેલા હુમલાઓને કારણે વૈશ્વિક બજારોને મોટો ધક્કો લાગ્યો હતો. હવે જ્યારે અમેરિકા ઈરાન સાથે શાંતિ સમજુતીની ખૂબ જ નજીક હોવાનો દાવો કરી રહ્યું છે, ત્યારે વૈશ્વિક સ્તરેથી ધ્યાન ભટકાવવા માટે ટ્રમ્પે વેનેઝુએલામાં આ મોટું ઓપરેશન હાથ ધર્યું છે.
ટ્રમ્પે આકરા શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે, 'ટ્રેન ડે અરગુઆ' કાર્ટેલના આ આતંકવાદીઓ અને ડ્રગ તસ્કરો આ દુનિયામાં રહેવાને લાયક જ નથી. મારા નેતૃત્વ હેઠળ અમેરિકન સેના દુનિયાના કોઈપણ ખૂણેથી આંતરરાષ્ટ્રીય આતંકીઓનો પીછો કરીને તેમને ખતમ કરશે. અત્રે ઉલ્લેખનિય છે કે, ઠાર મરાયેલો ગુરેરો લાંબા સમયથી માનવ તસ્કરી, આતંકવાદ અને ડ્રગ્સ સપ્લાયના ગુનાઓમાં અમેરિકાની આંખમાં ખૂંચતો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial