Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના કૃષ્ણનગર યુવા ગ્રુપ અને મહિલા મંડળ ૨૧ વર્ષથી ગૌમાતા-શ્વાનની સેવા કરે છે... પ્રશંસનિય
જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં કાર્યરત કૃષ્ણનગર યુવા ગ્રુપ અને મહિલા મંડળ દ્વારા ગૌમાતા અને શ્વાનની સેવા માટે છેલ્લા ૨૧ વર્ષથી અનોખું સેવા કાર્ય કરવામાં આવે છે. આ વર્ષે આ સેવા પ્રવૃત્તિએ ૨૨મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સારા વરસાદ અને લોકકલ્યાણની ભાવના સાથે ગૌમાતા તથા શ્વાન માટે વિશાળ પ્રમાણમાં લાડવા બનાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. તા. ૧૨ જૂન, શુક્રવારના કૃષ્ણનગર શેરી નં. ૬, રામાયણ પાન પાસે લાડવા બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ અને સેવાભાવી નાગરિકો જોડાયા હતા. આ સેવા કાર્ય માટે અંદાજે ૯૦૦ કિલોગ્રામ ઘઉં, ૩૦૦ કિલોગ્રામ ગોળ અને ૩૦૦ કિલોગ્રામ તેલ સહિત કુલ ૧,૫૦૦ કિલોગ્રામથી વધુ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તૈયાર કરાયેલા લાડવાઓનું જામનગર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં ગૌમાતા અને શ્વાન માટે વિતરણ કરવામાં આવશે. કૃષ્ણનગર યુવા ગ્રુપના આગેવાનોના જણાવ્યા મુજબ પશુ-પક્ષી અને મૂંગા જીવ પ્રત્યે કરુણા અને સેવાનો ભાવ સમાજમાં વિકસે તેવા ઉદ્દેશ સાથે આ સેવા પ્રવૃત્તિનું સતત આયોજન કરવામાં આવે છે. છેલ્લા બે દાયકાથી વધુ સમયથી ચાલતી આ પરંપરા આજે પણ ઉત્સાહપૂર્વક જળવાઈ રહી છે. આ સેવા કાર્યમાં સ્થાનિક યુવાનો, મહિલાઓ અને રહિશોનો ઉત્સાહજનક સહકાર જોવા મળ્યો હતો. આયોજકોએ વધુને વધુ લોકોને આવા સેવાકીય કાર્યોમાં જોડાવા અપીલ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial