Advertisement
Author: નોબત સમાચાર

ઈઝરાયલને બાયપાસ કરીને અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ અટકાવવાની ડીલ ફાયનલ છતાં દ્વિધા

ઈરાનને મોટી રાહતો અને કેટલીક શરતોમાંથી મૂકિત મળશેઃ હોર્મુઝ ખુલી જશે

                                                                                                                                                                                                      

વોશિંગ્ટન/ તહેરાન તા. ૧૩: ઈરાન-અમેરિકા વચ્ચે ૬૦ દિવસ માટે યુદ્ધ અટકાવીને વિવિધ મુદ્ે ચર્ચા કરવા તથા હોર્મુઝ ખોલવાની સમજૂતિ સધાઈ ગઈ છે અને ઈઝરાયલને એક તરફ રાખીને આ નિર્ણય લેવાયો હોવાની ચર્ચા વચ્ચે તે પછી ટ્રમ્પ-નેતન્યાહુ વચ્ચે ટેલિફોનિક વાતચિત થઈ હોવાના એહવાલો છે. બન્ને તરફથી થતા વિરોધાભાષી નિવેદનો તથા ઈરાને જીતનો દાવો કરતા કેટલીક દ્વિધા પણ ઉભી થઈ છે.

અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન વિરુદ્ધ સંયુક્ત ઓપરેશનના ભાગરૂપે લશ્કરી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પરંતુ આ દરમિયાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલી એક જાહેરાતે ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂને ભારે આંચકો આપ્યો છે. કારણ કે અમેરિકાએ આ અંગે ઈઝરાયલને પહેલાં કોઈ જ માહિતી આપી ન હતી.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાનના નેતૃત્વએ એક એમઓયુને મંજૂરી આપી દીધી છે. આ સમજૂતીના કારણે ૬૦ દિવસ માટે યુદ્ધ અટકી શકે છે, હોર્મુઝ સ્ટ્રેટનો દરિયાઈ માર્ગ ફરી ખુલી શકે છે અને તેહરાનના પરમાણુ કાર્યક્રમ પર નવી ચર્ચાઓ શરૂ થઈ શકે છે.

આ મોટી સફળતાને જોતા  ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે, તેમણે ઈરાન વિરુદ્ધ આયોજિત કરેલા અમેરિકન હુમલાઓ હાલ પૂરતા રોકી દીધા છે. અમેરિકન સમાચાર એજન્સી 'એક્સિયોસ'ના અહેવાલ અનુસાર, આ મામલાની જાણકારી ધરાવતા સૂત્રોએ જણાવ્યું છે કે ટ્રમ્પ દ્વારા આ પ્રસ્તાવિત ડીલનો ખુલાસો કરવામાં આવ્યો તે પહેલાં નેતન્યાહૂને આ અંગે કોઈ જ જાણ કરવામાં આવી ન હતી.

જોકે, ટ્રમ્પની આ મોટી જાહેરાત બાદ તરત જ નેતન્યાહૂએ તેમની સાથે ફોન પર વાત કરી હતી. આ વાતચીત પછી ઈઝરાયલી પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા એક સત્તાવાર નિવેદન જાહેર કરીને અમેરિકન પ્રમુખનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. નેતન્યાહૂએ જણાવ્યું હતું કે, ભલે ઈઝરાયલ આ ડીલનો સીધો ભાગ નથી, પરંતુ અંતિમ કરારમાં ઈરાન પાસેથી પરમાણુ સામગ્રી હટાવવા, તેના પરમાણુ પ્લાન્ટના માળખાને નષ્ટ કરવા, મિસાઈલ બનાવવાની ક્ષમતાને મર્યાદિત કરવા અને આતંકવાદી સંગઠનોને મળતું ઈરાનનું સમર્થન કાયમી ધોરણે બંધ કરાવવા માટે  ટ્રમ્પે જે મક્કમતા બતાવી છે તે ખરેખર પ્રશંસનીય છે.

અમેરિકન પ્રમુખ ટ્રમ્પનો આ મોટો નિર્ણય કતારની સક્રિય મધ્યસ્થતા બાદ સામે આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કતારના અધિકારીઓ અને ઈરાનના પ્રતિનિધિઓએ બુધવારે મોડી રાત સુધી બેઠકો કરીને ઈરાનની જપ્ત થયેલી સંપત્તિઓને મુક્ત કરવા, હોર્મુઝ સ્ટ્રેટનો માર્ગ ફરી ખોલવા અને ભવિષ્યની પરમાણુ ચર્ચાઓના માળખા જેવા મુખ્ય મુદ્દાઓ પરના મતભેદો ઘણા ખરા અંશે ઉકેલી લીધા છે. ટ્રમ્પનો દાવો છે કે ઈરાનના ટોચના નેતૃત્વએ આ પ્રસ્તાવિત કરારને મંજૂરી આપી દીધી છે અને આ મામલે તેમને કેટલાય અખાતી દેશોનો સાથ પણ મળ્યો છે.

 બીજી તરફ, ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ દાવો કર્યો હતો કે ઈરાન અમેરિકા સાથેના યુદ્ધમાં વિજયી બન્યો છે. આ નિવેદન સમગ્ર કરારની દિશા અંગે દ્વિધા ઉભી કરે છે. કારણ કે ચર્ચા કરવામાં આવી રહેલી શરતો ઈરાનને ઘણી મોટી રાહતો પૂરી પાડતી દેખાય છે, જ્યારે અમેરિકાને મુખ્યત્વે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાથી ફાયદો થાય છે.

આ દરમિયાન, રોઇટર્સના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે સંયુક્ત આરબ અમીરાત ઈરાન માટે ૧૦ થી ૨૦ અબજ ડોલર મુક્ત કરવા સંમત થયું છે. કેટલાક સૂત્રોએ જણાવ્યું હતું કે ૩ અબજ ડોલરનો પ્રથમ હપ્તો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.

જોકે, યુએઈના વિદેશ મંત્રાલયે આ અહેવાલોને સખત રીતે નકારી કાઢ્યા છે. મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને કહૃાું છે કે કોઈ પણ સ્થિર ઈરાની ભંડોળ મુક્ત કે ટ્રાન્સફર કરવામાં આવ્યું નથી. મંત્રાલયે આ દાવાઓને સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે.

આ રીતે દરરોજ બદલતા રહેતા નિવેદનો તથા વિરોધાભાસી દાવાઓના કારણે ગુંચવણ ઉભી થઈ છે. છતાં આ ડીલને લઈને મોટા આશાવાદ પણ સેવાઈ રહ્યાં છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh