Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલના અપરાધીને ઝડપી પોલીસે કર્યો જેલ હવાલે

સજા વોરંટના કામે નાસતા ફરતા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: ધ્રોલની કોર્ટ દ્વારા સજા ફરમાવ્યા બાદ નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે ધ્રોલ પોલીસે સફળ કામગીરી હાથ ધરી હતી. જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ તથા જામ ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષક પીયુષ વાદાંના માર્ગદર્શન મુજબ ધ્રોલ પોલીસ સ્ટેશન દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ જામનગરની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટના ક્રિમિનલ કેસ માં આરોપી ઇમરાનભાઈ અલ્તાફભાઈ પઠાણ, રહે. કે.જી.એન. સોસાયટી, રજવી સોસાયટી પાછળ, ધ્રોલને કેદની સજા ફરમાવવામાં આવી હતી. સજા પછી અપરાધી નાસતો ફરતો હોવાથી તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

દરમિયાન ધ્રોલ પોલીસના હેડ કોન્સ્ટેબલ સી.જે. જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ મનીષભાઈ મનસુખભાઈ પાડોલિયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે અપરાધીને ઝડપી પાડવામાં આવ્યો હતો. અપરાધીને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરીને તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh