Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના તાપમાનમાં એક ડીગ્રીનો ઘટાડો નોંધાયોઃ

અસહ્ય ગરમી અને બફારો યથાવતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગરમાં ગઈકાલે ઝપાટાબંધ રીતે તિવ્ર ગતિએ તેજીલા વાયરાઓ ફુંકાતા એક ડિગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી નોંધાયું હતું. અસહ્ય ગરમી અને બફારાનું જોર યથાવત રહેતા લોકોને ખાસ કરીને બપોરે હાલાકીનો સામનો કરવો પડયો હતો.

જામનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી તેજીલા વાયરાઓનો દોર ચાલી રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પવનની ગતિ વધીને પ્રતિ કલાકની સરેરાશ ૪૦ થી ૪૫ કિ.મી.ની રહેવા પામી હતી.

ઝપાટા બંધ રીતે ફુંકાયેલા ગતિમાન પવનના કારણે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન એક ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ આંશિક ઘટીને ૭૦ ટકા રહ્યું હતું. તાપમાન તથા ભેજનું પ્રમાણ વધુ રહેતા ગઈકાલે પણ આકરો તાપ અને બફારો યથાવત રહ્યો હતો. ખાસ કરીને બપોરે અસહ્ય ગરમી અને બફારાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. અસહ્ય ઉકળાટમાંથી રાહત અપાવવામાં પંખા પણ અસમર્થ રહ્યા હતાં. જે લોકો પાસે એસી તથા એરકુલરની વ્યવસ્થા હતી તેઓને જ રાહત મળી હતી. આકરા તાપના કારણે એસી એરકુલરની ડિમાન્ડમાં પણ વધારો થયો છે.

જામનગરમાં છેલ્લા ચાર દિવસથી લઘુતમ તાપમાનનો પારો કોઈ વધારા કે ઘટાડા વગર ૨૯ ડીગ્રીએ સ્થિર રહ્યો છે. તેજીલા વાયરાઓના કારણે સાંજે વાતાવરણમાં ઠંડક પ્રસરવા લાગતા નગરજનોએ રાહત અનુભવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh