Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં
ખંભાળિયા તા. ૧૩: સમગ્ર દેશમાં હાલ વસ્તી ગણતરીનો રાષ્ટ્રીય કાર્યક્રમ ચાલી રહ્યો છે, ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં શિક્ષણની પ્રવૃત્તિને ગ્રહણ લાગી ગયું હોય તેવી સ્થિતિ થઈ છે.
દ્વારકા જિલ્લામાં કુલ ૩૦૦૦ શિક્ષકોની મંજુર મહેકમની જગ્યા છે તેમાંથી પ૦ ટકા જેટલી જગ્યા ખાલી છે. એટલે કે ૧પ૦૦ જેટલા શિક્ષકો છે તેમાંથી પ૦૦ ઉપરાંત શિક્ષકોને વસ્તી ગણતરીમાં મૂકી દેવાતા ૩૦૦૦ જગ્યા વચ્ચે એકાદ હજાર શિક્ષકો જ હોય અને તેમાં પણ ક્યાંક તો એક-બે શિક્ષકો હોય તે તમામને વસ્તી ગણતરીમાં મૂકી દેવાતા શાળા બંધ જેવી સ્થિતિ થઈ છે. આ કામગીરીમાં સરકાર પોતે નિયમભંગ કરે છે. શિક્ષક સવારથી બપોર શાળાએ ભણાવે અને બપોર પછી વસ્તી ગણતરીનું કામ કરે તો આઠ કલાકની ડ્યુટી પછી પણ તેની પાસે ૪-પ કલાક કામ લેવાય છે તે નિયમભંગ જ છે. એમાં ય જો શિક્ષક કામની ના પાડે તો વોરંગ જેવા પગલાંની ધમકી અપાય છે. ફરજમાં કડકાઈ થાય અને હક્કમાં કંઈ નહીં.
૧૯ સરકારી વિભાગમાં શિક્ષકોના શિરે ૯૦ ટકા કામગીરી!
કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા ૧૯ જેટલા સરકારના જુદા જુદા વિભાગોમાંથી વસ્તી ગણતરી કામગીરી માટે સ્ટાફ લેવાની સૂચના છે, પણ માત્ર શિક્ષકો જ ગમતા હોય તેમ ૯૦ ટકા વસ્તી ગણતરીનો સ્ટાફ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકોનો જમૂકવામાં આવે છે. બીજા વિભાગોને લેવાતા નથી, અથવા બીજા વિભાગના સંગઠનોથી સરકારી અધિકારીઓ ડરે છે!
આગામી સમયમાં શાળા પ્રવેશોત્સવ થવાનો છે, જ્યારે આ રાષ્ટ્રીય કામગીરી તા. ૩૦/૬ સુધી ચાલનારી હોય, પ્રવેશોત્સવમાં પણ કોણ કામગીરી કરે તે પ્રશ્ન છે. સતત કામગીરી અને ટેન્શનમાં રહેતા શિક્ષકો શાળાએ માંડ થઈ શકતા હોય, આમાં ભણાવે કેમ તે પણ પ્રશ્ન છે. આ રાષ્ટ્રીય કામગીરી ઓન ડયુટી ગણવાની હોય તેનો ટૂંક સમયમાં પરિપત્ર થશે એટલે કે શાળા સમયમાં પણ આ કામગીરી થઈ શકશે, તો પછી શાળાએ કોણ જશે? છાત્રોને કોણ ભણાવશે? તે પણ મોટો પ્રશ્ન છે. માત્ર શિક્ષકોને જ આ કામમાં લેવામાં આવતા તેમા પણ રોષ તથા અસંતોષની લાગણી વ્યાપક બની છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial