Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૧ ગામના નાગરિકોને સ્થળ પર જ સેવાસેતુનો લાભઃ
ધ્રોલ તા. ૧૩: ધ્રોલ તાલુકાના સ્થાનિક ગ્રામીણ વહીવટી તંત્ર દ્વારા આગામી તા. ૧૨ થી ૨૦ જૂન ૨૦૨૬ દરમિયાન ત્રણ દિવસ માટે વિશેષ લોકહિતાર્થે *જન કલ્યાણ શિબિર*નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિર તા. ૧૫-૦૬-૨૬ અને તા. ૧૬-૦૬-૨૬ના ધ્રોલ તાલુકાના લતીપુર ગામમાં આવેલી તાલુકા શાળામાં યોજાશે.
આ જન કલ્યાણ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારના નાગરિકોને ઘરઆંગણે જ વહીવટી સેવાઓ અને વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપવાનો છે. આ શિબિરમાં કેન્દ્રબિંદુ સમાન લતીપુર ગામ ઉપરાંત આજુબાજુના અન્ય ગામ જેવા કે મોટા ગરેડીયા, નાના ગરેડીયા, માણેકપર, હાડાટોડા, હજામચોરા, ભેંસદડ, હરિપર, મોટા વાગુદડ અને નાના વાગુદડ સહિત કુલ ૧૧ ગામના લોકોને આવરી લેવામાં આવશે. આ તમામ અગિયાર ગામના નાગરિકોને સરકારશ્રીના પ્રચલિત *સેવાસેતુ* કાર્યક્રમ અંતર્ગત મળતી તમામ સેવાઓ તેમજ સંબંધિત સરકારી કચેરીઓ દ્વારા અપાતી વિવિધ કલ્યાણકારી યોજનાઓની સચોટ માહિતી અને જરૂરી માર્ગદર્શન સ્થળ પર જ પૂરૃં પાડવામાં આવશે.
આ આયોજન અંતર્ગત સરકારશ્રીના તમામ વિભાગો દ્વારા સ્થળ પર જ અરજીઓનો સ્વીકાર અને નિકાલ કરવામાં આવશે. જેમાં મુખ્યત્વે નાગરિકો માટે આવકના દાખલા, સિનિયર સિટિઝન પ્રમાણપત્રને લગતી કામગીરી, રેશનકાર્ડને લગતી વિવિધ અરજીઓ, આધારકાર્ડ સંબંધિત અરજીઓ તેમજ સામાજિક સુરક્ષા હેઠળ અપાતી વિધવા સહાય યોજના અને વૃદ્ધ નિરાધાર સહાય યોજના હેઠળ લાભ મેળવવા માટેની નવી અરજીઓ સ્વીકારવામાં આવશે. આ ઉપરાંત, ગ્રામજનો માટે નવા વીજળી જોડાણ મેળવવાની પ્રક્રિયા, માં અન્નપૂર્ણા યોજના, માં અમૃતમ યોજના તેમજ વાત્સલ્ય કાર્ડના લાભાર્થીઓની સ્થળ પર જ નોંધણી કરવાની વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial