Advertisement
Author: નોબત સમાચાર

એન્થ્રોપિક કંપનીની એઆઈ સેવાઓ આખી દુનિયા માટે બંધઃ અન્ય મોડલ્સ સુરક્ષિત

અમેરિકાના કડક આદેશ પછી

                                                                                                                                                                                                      

વોશિંગ્ટન તા. ૧૩: અમેરિકાની મોટી કંપની એન્થ્રોપિકના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર અમેરિકાએ મોટી કાર્યવાહી કરતા દુનિયાભરના યુઝર્સ માટે આ સેવા બંધ થઈ છે.

   આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે એક ખૂબ જ મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અમેરિકી સરકારે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને અગ્રણી એઆઈ કંપની એન્થ્રોપિક વિરૂદ્ધ એક કડક આદેશ જાહેર કર્યો છે. અમેરિકાના વાણિજ્ય મંત્રાલય દ્વારા કંપની પર નવા એક્સપોર્ટ-કન્ટ્રોલ નિયમો લાદવામાં આવ્યા છે. આ નવા નિયમો હેઠળ, અમેરિકાની અંદર કે બહાર રહેતા કોઈપણ વિદેશી નાગરિક, વિદેશી કર્મચારી અથવા બિન-અમેરિકી સંસ્થાને કંપનીના અદ્યતન એઆઈ પ્રોગ્રામ્સનો ઉપયોગ કરવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. વિદેશમાં અમેરિકી કંપની હોય તો પણ તેઓ આ મોડલનો ઉપયોગ નહીં કરી શકે. આ આદેશના પગલે એન્થ્રોપિકે વૈશ્વિક સ્તરે તેના સૌથી પાવરફૂલ એઆઈ મોડલ્સને ઓફલાઈન કરી દીધા છે.

એન્થ્રોપિક કંપનીએ સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે, તેમને શુક્રવારે સાંજે અમેરિકી સરકાર તરફથી આ   આદેશ મળ્યો હતો, જેમાં રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત ચિંતાઓનો હવાલો આપવામાં આવ્યો હતો, જો કે પત્રમાં આ સુરક્ષા ચિંતાઓ અંગે કોઈ ચોક્કસ વિગતો આપવામાં આવી નથી. કંપનીનું માનવું છે કે સરકારનું આ પગલું કોઈ ગેરસમજના કારણે હોઈ શકે છે.

એન્થ્રોપિક કંપનીના અન્ય લોકપ્રિય 'ક્લાઉડ' સિરીઝના મોડલ્સ પર આ આદેશની કોઈ અસર થવાની નથી. કંપનીની બાકીની તમામ એઆઈ સેવાઓ અને ચેટબોટ હંમેશની જેમ સામાન્ય રીતે ચાલુ રહેશે અને યુઝર્સ તેનો અવિરત લાભ લઈ શકશે, તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh