Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસના દરોડામાં ૮૬૮૦૨નો મુદમાલ કબ્જે કરાયોઃ
જામનગર તા. ૧૩: જામનગર શહેરના મયુરનગર વાંબેઆવાસ વિસ્તાર પાસે લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી જાહેરમાં પૈસાની હારજીતનો 'કાટી-છાપ' જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી પાડ્યા હતા, જ્યારે એક શખ્સ ફરાર થઈ ગયો હતો.
દરોડા દરમિયાન પોલીસે રોકડ રકમ રૂ. ૨૫,૮૦૦, ચાર મોબાઇલ ફોન, સિક્કા તથા એક મોટરસાયકલ સહિત કુલ રૂ. ૮૬,૮૦૨નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલા આરોપીઓમાં જગદીશભાઈ વિસનદાસ ગજરા, કચરાભાઈ લગધીરભાઈ સંધીયા, હેમતભાઈ અમલમલ ગજરા અને ધર્મેન્દ્રસિંહ બટુકસિંહ વાળાનો સમાવેશ થાય છે. જ્યારે મુનો ગઢવી નામનો શખ્સ પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો. આ અંગે સીટી 'સી' ડિવિઝન પોલીસ મથકે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial