Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જાનહાની-નુકસાન અંગે હજુ સત્તાવાર પુષ્ટિ નહીં
જોરહાટ તા. ૧૩: આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર ભારતીય વાયુસેનાનું એએન-૩૨ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે.
આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર શનિવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે. ભારતીય વાયુસેનાનું એક એએન-૩૨ ટ્રાન્સપોર્ટ વિમાન લેન્ડિંગ દરમિયાન અકસ્માતનો ભોગ બન્યું છે. પ્રાથમિક અહેવાલો મુજબ, વિમાન જ્યારે એરફોર્સ સ્ટેશનમાં લેન્ડ થઈ રહૃાું હતું ત્યારે તેમાં અચાનક ખામી સર્જાઈ હતી.
મળતી માહિતી મુજબ, એએન-૩૨ વિમાન જોરહાટ એરફિલ્ડ પર ઉતરાણ કરવાનો પ્રયાસ કરી રહૃાું હતું તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. લેન્ડિંગની પ્રક્રિયા દરમિયાન જ વિમાનમાં ખામી સર્જાતાં એરબેઝ પર તાત્કાલિક ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ સક્રિય કરવામાં આવી હતી. હાલમાં અકસ્માત સ્થળે ફાયરફાઇટિંગની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
ભારતીય વાયુસેનાએ આ દુર્ઘટના અંગે ટૂંકું નિવેદન આપતાં જણાવ્યું છે કે, આજે જોરહાટમાં વાયુસેનાનું એક એએન-૩૨ વિમાન અકસ્માતનો ભોગ બન્યું છે. વધુ વિગતો ઉપલબ્ધ થતાં જ અપડેટ આપવામાં આવશે.
હજુ સુધી જાનહાનિ, નુકસાનનું પ્રમાણ અથવા અકસ્માતનું ચોક્કસ કારણ શું છે તે અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. એરફોર્સના અધિકારીઓ હાલમાં પરિસ્થિતિની સમીક્ષા કરી રહૃાા છે અને તપાસ ટીમો આ અકસ્માત પાછળના કારણો જાણવા માટે તપાસ કરશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial