Advertisement
Author: નોબત સમાચાર

બાણુગારમાં ખેડૂતોની મહાસભા યોજાઈઃ આગામી તા. ૧૫મી જુને ગાંધીનગરમાં ટ્રેકટર રેલીની ઘોષણા

હાઈપર ટેન્શન વીજલાઈનના વિરોધમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગર તાલુકાના મોટી બાણુંગારમાં યોજાયેલી ખેડૂતોની મહાસભામાં સરકાર સામે આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. તથા હાઈટેન્શન વીજલાઈનના વિરોધમાં ૧૫ જુને ગાંધીનગરમાં ટ્રેકટર રેલીની જાહેરાત કરાઈ હતી.

જામનગર જિલ્લાના  બાણુંગર ગામે હાઈટેન્શન વીજલાઈનના વિરોધમાં ખેડૂતોની વિશાળ મહાસભા યોજાઈ હતી. મહાસભામાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહૃાા હતા અને સરકારની નીતિઓ સામે આકરો વિરોધ વ્યક્ત કર્યો હતો.

કિસાન કોંગ્રેસના આગેવાનો દ્વારા ખેડૂતો પર અત્યાચાર અને દમન કરવામાં આવતું હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. મહાસભાને સંબોધતા કિસાન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પાલ આંબલિયાએ જણાવ્યું હતું કે ખેતીની જમીનોમાંથી હાઈટેન્શન વીજલાઈનો પસાર કરી ખેડૂતોના હિતોને નુકસાન પહોંચાડવામાં આવી રહૃાું છે.

તેમણે આક્ષેપ કર્યો હતો કે સરકાર અને સત્તાધીશો મોટા ઉદ્યોગો તથા કંપનીઓના હિતોને પ્રાધાન્ય આપી ખેડૂતોની સમસ્યાઓને અવગણી રહૃાા છે. આગામી ૧૫ જૂનના રોજ ગાંધીનગરમાં રાજ્યવ્યાપી ટ્રેક્ટર રેલી યોજવાની જાહેરાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ખેડૂતો જમીન માપણી, દેવા માફી, દિવસના ૮ કલાક પૂરતી વીજળી સહિતની પાંચ મુખ્ય માંગણીઓ સાથે ગાંધીનગર કૂચ કરશે.

આ રેલી રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટી ખેડૂત રેલી બનશે એવો દાવો પણ કરવામાં આવ્યો હતો. મહાસભામાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, પૂર્વ ધારાસભ્ય જયેશ રાદડિયા સહિત કોંગ્રેસ અને કિસાન કોંગ્રેસના અનેક આગેવાનો હાજર રહૃાા હતા.

આ કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અને વહીવટી તંત્ર પણ એલર્ટ સ્થિતિમાં રહૃાું હતું. ખેડૂતોની વિવિધ માંગણીઓને લઈને હવે આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બનવાના સંકેતો મળી રહૃાા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh