Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટેકનિકલ ક્ષતિ સર્જાતા લીફ્ટનો દરવાજો લોક થયોઃ
જામનગર તા. ૧૩: જામનગર શહેર ભાજ૫ કાર્યાલયની લીફ્ટમાં આજે ટેકનિકલ ક્ષતિ સર્જાતા એક વૃદ્ધ તેમાં ફસાઈ ગયા હતા. આખરે ફાયરબ્રિગેડની ટીમે લીફ્ટ તોડીને ફસાયેલા વૃદ્ધને બહાર કાઢ્યા હતા.
જામનગરમાં આવેલા શહેર ભાજપ કાર્યાલયની લીફ્ટમાં આજે કોઈ ટેકનિકલ કારણોસર ક્ષતિ સર્જાઈ હતી અને લીફ્ટનો દરવાજો બંધ થઈ જવા પામ્યો હતો. જેમાં એક વૃદ્ધ ફસાઈ ગયા હતા. પ્રાથમિક તબક્કે જહેમત ઉઠાવવા છતાં પણ લીફ્ટનો દરવાજો નહી ખૂલતા આખરે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આથી ફાયરબ્રિગેડનો સ્ટાફ તાકીદે દોડી ગયો હતો અને લીફ્ટનો દરવાજો તોડી આ વૃદ્ધને હેમખેમ બહાર કાઢ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial