Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરના ડાઈમીણસાર ડેમમાંથી સિંચાઈ વિભાગ દ્વારા પાણી છોડાયું

હેઠવાસના ગામોના ચેકડેમ ભરવા માટે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સતાપર પાસે આવેલ ડાઈમીણસાર ડેમમાં ભરવામાં આવેલા સૌની યોજનાના પાણીમાંથી ગઈકાલ તા.૧રના હેઠવાસના ચેકડેમો ભરવા માટે ડેમના દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું હતું. ઉપરાંત હેઠવાસના ગામના લોકોને ચેતવણી પણ આપવામાં આવી હતી.

ગઈકાલ તા.૧રના સવારે ડાઈમીણસાર ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા અને ૧૦૬ એમસીએફટી પાણીનો જથ્થો છોડાયો હતો. જેના કારણે સતાપર ઉપરાંત પોરબંદર જિલ્લાના કુતિયાણાના બાલોચ, દેવડા તથા રાણાવાવ તાલુકાના કંડોરણા, ખીરસરા, રાણા ખીજદળ, મહિરા, ગેરાણા, ભોડદળ, વાલોતરા, પાદરડી, જાંબુ, પોરબંદરના એરંડા ગામના લોકોને જળપ્રવાહના માર્ગમાં એટલે કે, નદીના પટમાં અવરજવર નહીં કરવા અને ઢોર ઢાંખરને પણ નહીં જવા દેવા જામનગર સિંચાઈ વિભાગના અધિકારી દ્વારા ચેતવણી આપવામાં આવી હતી. બીજી તરફ હાલ ડેમમાં ૯૧ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જ્યારે આ ડેમમાંથી પાણી છોડવામાં આવતા હેઠવાસમાં આવતા અનેક ચેકડેમોમાં પાણીની મબલખ આવક થવા પામી છે જેનો ફાયદો ખેડૂતોને થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh