Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જોડિયાના ભાદરા પાટીયા પાસેથી ૪૩ બોટલ મળીઃ દારૂ પકડવા માટે પાંચ દરોડાઃ
જામનગર તા.૧૫ : જામનગરના રામેશ્વરનગર નજીક ગાયત્રીનગરમાં એક મકાન પાસેથી દારૂના ૨૭૮ ચપલા ઝડપાયા છે. આરોપી નાસી ગયો છે. સીંગચમાંથી બે શખ્સ દારૂની આઠ બોટલ સાથે પકડાયા છે. જોડિયાના ભાદરા પાટીયા પાસેથી એક પરપ્રાંતીય ૪૩ બોટલ સાથે મળી આવ્યો છે અને શંકરટેકરી સિદ્ધાર્થ કોલોનીમાં મકાનમાંથી ૮૫ ચપલા પોલીસે કબજે કર્યા છે. ખુલ્લા ફાટક નજીક બાવરીવાસમાં બે ઝૂંપડામાંથી દેશી દારૂની ભઠ્ઠી પકડી પડાઈ છે.
જામનગરના રામેશ્વરનગર પાછળ આવેલા નંદન પાર્ક નજીકના ગાયત્રીનગરમાં એક શખ્સના મકાનમાં અંગ્રેજી શરાબનો જથ્થો પડ્યો હોવાની બાતમી સિટી બી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફના ધર્મેન્દ્રસિંહ, મયુરરાજસિંહ, સાજીદ બેલીમ ને મળતા પીઆઈ પી.પી. ઝાની સૂચનાથી સ્ટાફે સોમવારે રાત્રે દરોડો પાડ્યો હતો.
ત્યાં આવેલા ગાયત્રી નગરની શેરી નં.૩ના છેવાડે જીતેન્દ્રસિંહ પ્રવિણસિંહ રાયજાદા નામના શખ્સના મકાનના પાછળના ભાગમાં દીવાલ પાસેથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબના ૨૭૮ નંગ ચપલા મળી આવ્યા હતા. દરોડા પહેલા જીતેન્દ્રસિંહ નાસી જવામાં સફળ થયો હતો. પોલીસે રૂ.૪૧,૭૦૦ની કિંમતના ચપલા કબજે કરી જીતેન્દ્રસિંહની શોધ શરૂ કરીછે.
લાલપુર તાલુકાના સીંગચ ગામની નવી સોસાયટીમાં સોમવારે સાંજે મેઘપર પોલીસ સ્ટેશનના સ્ટાફે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી ધર્મેન્દ્રસિંહ કનુભા જાડેજા, નરપાલસિંહ ઉર્ફે જયપાલ સજુભા જાડેજા નામના બે શખ્સને ઇંગ્લિશ દારૂની આઠ બોટલ સાથે પકડી લીધા છે. આ શખ્સોની પૂછપરછ કરવામાં આવતા તેઓએ દારૂની બોટલ સીંગચ ગામના પ્રકાશ ઢચા પાસેથી લીધી હોવાની કબૂલાત કરી છે.
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલી સિદ્ધાર્થ કોલોનીની શેરી નં.ર૩માં આદી ઉર્ફે રાજેશ જયંતિભાઈ ઝાલા નામના શખ્સના મકાનમાં ગઈ કાલે સાંજે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડી તલાશી લેતા ત્યાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૮પ નાની બોટલ મળી આવી હતી. દરોડા પહેલાં રાજેશ ઝાલા નાસી ગયો હતો.
જોડિયા તાલુકાના ભાદરા ગામના પાટીયા પાસેથી ગઈકાલે રાત્રે બાઈક પર જઈ રહેલા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની અને હાલમાં હડિયાણા ગામમાં રઘુભાઈ દેવાભાઈના ખેતરમાં મજૂરીકામ કરતા છગન દીવાન વસુનીયા નામના શખ્સને પેટ્રોલિંગમાં રહેલા જોડિયા પોલીસ સ્ટેશનના સ્ટાફે રોકાવી તેની ઝડતી લેતા આ શખ્સના કબજામાંથી ઈંગ્લીશ દારૂની ૪૩ બોટલ મળી આવી હતી. પોલીસે બોટલ, બાઈક તથા મોબાઈલ, રોકડ કબજે કરી છગનની ધરપકડ કરી છે.
જામનગર તાલુકાના અલીયા ગામના રોડ પર આવેલા સુરેશ વજુભાઈ બરબચીયા નામના શખ્સના મકાનમાં ગઈકાલે પોલીસે દરોડો પાડી દારૂની એક બોટલ કબજે કરી છે. સુરેશ નાસી જતા તેની શોધ કરાઈ રહી છે.
જામનગરના દિગ્જામ વુલન મીલ ફાટક નજીક બાવરી વાસમાં જયોતિબેન રવિ કોળી નામના મહિલાના ઝૂંપડામાંથી પોલીસે દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડી છે. જ્યારે ત્યાં જ આવેલા કાજલબેન પ્રિતમ ચૌહાણના ઝૂંપડામાંથી પણ દારૂની ભઠ્ઠી ઝડપાઈ ગઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial