Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કપડામાં લઘુશંકા કરતી હોવાથી મામો ગિન્નાતો હતોઃ આરોપીની કરી લેવાઈ અટકાયતઃ
જામનગર તા.૧૫ : જામનગર તાલુકાના સિક્કા ગામમાં ગઈકાલે એક શખ્સે પોતાની આઠ વર્ષની કૌટુંબિક ભાણી સાથે અડપલા કર્યા પછી પ્રતિકાર થતાં તે તરૂણીનું માથું દીવાલ સાથે અથડાવી તેણીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ શખ્સ સામે મૃતક બાળકીના માતાએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીને દબોચી લીધો છે. આરોપી સામે સમગ્ર જિલ્લામાં ફીટકાર વરસી ગયો છે.
આ ચકચારી કિસ્સાની વધુ વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં વસવાટ કરતા એક હિન્દુ વાઘેર યુવતીએ બેએક મહિના પહેલાં પોતાના પતિ સાથે છૂટાછેડા મેળવ્યા પછી પોતાની ત્રણ પુત્રીને સાથે રાખી મીઠાપુર છોડી જામનગર તાલુકાના સિક્કા ગામમાં વસવાટ કરતા પોતાના કુટુંબના મોટાબાપુ ડોસાજી માણેકના પુત્ર અને માસી રૂપાબેનના દીકરા નીતિન માણેકને ત્યાં આશરો મેળવી વસવાટ શરૂ કર્યાે હતો.
આ મહિલાની ત્રણ પુત્રી પૈકીની આઠ વર્ષની પુત્રી અવાર નવાર કપડામાં જ લઘુશંકા કરી લેતી હતી. તે બાબત નીતિન માણેકને પસંદ પડતી ન હતી અને તે શખ્સ બાળકીને મારકૂટ કરવા ઉપરાંત અડપલા પણ કરતો હતો. તે બાબતની વાત આ બાળકીએ પોતાના માતાને કહેતા તે મહિલાએ પોતાના કૌટુંબિક ભાઈ નીતિનને તેમ ન કરવા માટે ઠપકો આપતા આ શખ્સ લાજવાની બદલે ગાજ્યો હતો અને તેણે માતા તથા પુત્રીને જે તે વખતે મારી નાખવાની ધમકી આપી હતી.
તે પછી ગઈકાલે સિક્કામાં ભરાતી ગુજરીબજારમાં માતા ખરીદી કરવા ગયા ત્યારે ઘરે આઠ વર્ષની પુત્રી હતી તેને ફરીથી નીતિને અડપલા કર્યા પછી પોતાનું શૈતાની સ્વરૂપ પ્રગટ કર્યું હતું. બાળકીએ પોતાના કૌટુંબિક મામાનો પ્રતિકાર કરતા હેવાન બની ગયેલા આ શખ્સે તે બાળકીનું માથંુ પકડી જમીન તથા દીવાલ સાથે અફળાવતા આ બાળકી બેશુદ્ધ બની ગઈ હતી.
તે દરમિયાન માતા પરત આવી જતા તેણે નીતિનના હાથમાંથી પુત્રીને છોડાવી સારવાર માટે સિક્કા હોસ્પિટલે લઈ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબે આ બાળકીને મૃત્યુ પામેલી જાહેર કરતા અરેરાટી પ્રસરી ગઈ છે. માતા તથા બાકીની બે પુત્રીએ હૈયાફાટ રૂદન કરતા વાતાવરણ બોઝીલ બની ગયું હતું.
આ બાબતની પોલીસને જાણ કરવામાં આવતા સિક્કા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ધસી આવ્યો હતો. પોલીસે મૃતક બાળકીની માતાની ફરિયાદ નોંધી નીતિન માણેક સામે હત્યા તેમજ પોક્સો એકટની કલમો હેઠળ ગુન્હો નોંધી તપાસ આરંભી હતી. તે પછી આ શખ્સની અટકાયત કરી લેવામાં આવી છે. આ શખ્સને આજે સિક્કા પોલીસે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સમક્ષ રજૂ કર્યાે હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial