Advertisement
Author: નોબત સમાચાર

નવા મોખાણા પાસે રિક્ષા સાથે મોટર ટકરાઈઃ રિક્ષાચાલકનું ઈજાથી મૃત્યુ

મેઘપર પાસે સ્કૂટરને મોટરે મારી ટક્કરઃ પ્રૌૈઢનું મોતઃ

જામનગર તા.૧૫ : જામનગરના નવા મોખાણા ગામ પાસે રિક્ષા સાથે મોટર ટકરાતા રિક્ષાચાલકનું ઈજા થવાથી મૃત્યુ થયું છે. મેઘપર પાસે સ્કૂટરને મોટરે હડફેટે લેતા પરપ્રાંતિય પ્રૌઢનું મૃત્યુ થયું છે. તે ઉપરાંત અલીયા ગામ પાસે અકસ્માતમાં એક યુવાનને ઈજા થઈ છે અને નૂરી ચોકડી રોડ પર બે બાઈક ટકરાઈ પડતા પ્રૌઢને હેમરેજ થઈ ગયું છે.

જામનગર તાલુકાના મોખાણા ગામ પાસેથી ગઈકાલે સવારે જીજે-૧૦-ટીડબલ્યુ ૫૭૨૨ નંબરની રીક્ષા લઈને જતા નવા મોખાણા ગામના ૫રબતભાઈ મકવાણાને જ્યારે તેઓ મોખાણા ગામથી આગળ જામનગર તરફ આગળ વધતા હતા ત્યારે જીજે-૧૦-ડીઆર ૨૯૨૭ નંબરની મોટર ટકરાઈ પડી હતી. આ અકસ્માતમાં રીક્ષા ગોથુ મારી ગઈ હતી. ચાલકને સારવાર માટે ૧૦૮ મારફત જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું મૃત્યુ નીપજ્યું છે. મૃતકના પુત્ર  પરેશભાઈ મકવાણાએ મોટરના ચાલક સામે પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગર-કાલાવડ ધોરી માર્ગ પર આવેલા અલિયા ગામ નજીકના બાડા ગામમાં રહેતા અર્જુનસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા નામના યુવાન ગયા શુક્રવારે સાંજે જીજે-૧૦-ઈડી ૯૮૯૯ નંબરના બુલેટ મોટરસાયકલ પર પોતાના ઘર તરફ જતા હતા ત્યારે અલિયા ગામ પાસે ગીતા એન્ટરપ્રાઇઝ નજીક  જીજે-૧૦-એસી ૨૨૯૭ નંબરની સ્વીફ્ટ મોટર પુરપાટ ઝડપે ધસી આવી હતી. આ મોટરના ચાલકે બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરી અર્જુનસિંહના બાઈક સાથે ઠોકર મારી અકસ્માત સર્જતા ફેંકાઈ ગયેલા અર્જુનસિંહને પગમાં ફ્રેક્ચર સહિતની ઈજા થઈ છે. તેઓએ પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મોટરના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

જામનગર-ખંભાળિયા રોડ પર મેઘપરમાં રામદૂતનગરમાં રહેતા પિન્ટુભાઈ ગુનીભાઈ છંગુરભાઈ યાદવના પિતા ગુનીભાઈ ગઈકાલે સવારે જીજે-૧૦-સીએચ ૮૩૨૫ નંબરના એક્ટિવામાં બાપા સીતારામ મઢુલી પાસેથી જતા હતા ત્યારે જીજે-૩૪-એચ ૧૫૨૧ નંબરની મોટર દોડી આવી હતી. તેના ચાલકે ઠોકર મારી આ વૃદ્ધને પછાડતા ગંભીર ઈજા પામેલા વૃદ્ધનું મૃત્યુ થયું છે પિન્ટુભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના સુભાષબ્રિજ થી નૂરી ચોકડી તરફ જવાના રસ્તા તરફ શનિવારે રાત્રે ભાસ્કરભાઈ પરમાર નામના પ્રૌઢના બાઈક સાથે જીજે-૧૦- બીકે ૬૦૩૫ નંબરનું બાઈક ટકરાઈ પડતા ભાસ્કરભાઈને હેમરેજ સહિતની ઈજા થઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh