Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વકીલમંડળના ખંડમાં વકીલ પર થયો હુમલોઃ
જામનગર તા.૧૫ : જામનગરના ગાંધીનગર રોડ પર સપ્તાહ પહેલાં મોટર ટકરાવી એક પ્રૌઢ પર ત્રણ શખ્સે હુમલો કરી ધમકી આપ્યાની અને ન્યાયાલયની ઈમારતમાં વકીલમંડળના ખંડમાં એક વકીલ પર બીજા વકીલે હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
જામનગરના સરૂ સેક્શન રોડ નજીક આવેલી મહાવીર સોસાયટીમાં રહેતા અજયસિંહ શિવનાથસિંહ પવાર નામના વૃદ્ધ ગઈ તા.૬ની રાત્રે દસેક વાગ્યે ગાંધીનગર રોડ પરથી પોતાની જીજે-૧૦-ઈસી ૬૬૧૧ નંબરની મોટર લઈને જતા હતા ત્યારે પાછળથી એક હોન્ડા સિટી મોટર ધસી આવી હતી. તે મોટરના ચાલકે અજય સિંહની મોટરની પાછળ પોતાની મોટર ટકરાવતા અજયસિંહે પોતાની મોટર ઉભી રાખી હતી.
તે દરમિયાન હોન્ડા સિટી મોટરમાંથી ઉતરી આવેલા ધર્મેશ મુકેશભાઈ ગંગેરા તેના પિતા મુકેશભાઈ તથા એક અજાણ્યા શખ્સે બોલાચાલી કરી ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું. ત્યારે ધર્મેશે આ વૃદ્ધને મ્હોંના ભાગે ઠોસા માર્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે તેના પિતા તથા અજાણ્યા શખ્સે ઝપાઝપી કરી ફડાકા ઝીંકી જાનથી મારી નાખવાની ધમકી આપવા ઉપરાંત એટ્રોસિટીનો કેસ કરવાની ધમકી પણ ઠપકારી હતી. આ બાબતની અજયસિંહે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના દરબારગઢ વિસ્તારમાં આવેલા જામના દેરા પાસે પીજીવીસીએલ કચેરી નજીક વસવાટ કરતા નૂરુદીન ફીદાઅલી કાદીયાણી નામના એડવોકેટે સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એડવોકેટ આસિફ ઝીકરભાઈ શેરજી સામે ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું છે કે સોમવારે બપોરે બારેક વાગ્યે તેઓ લાલબંગલા પાસે આવેલા ન્યાયાલય સ્થિત વકીલમંડળના ખંડમાં હતા ત્યારે ત્યાં આવેલા એડવોકેટ આસિફ શેરજીએ તે મારો મોબાઇલ ફોન શા માટે તોડી નાખ્યો તેમ કહેતા એડવોકેટ નૂરુદ્દીન કાદિયાણીએ મેં ફોન તોડ્યો નથી તેમ જણાવ્યું હતું આથી ઉશ્કેરાયેલા આસિફે ગાળો ભાંડી ઝપાઝપી કરવા ઉપરાંત છાતીમાં ઢીકા મારી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial