Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેખકર પતંગો કી ઊડાન, જુમ ઊઠા પૂરા આસમાન
મકરસંક્રાંતિ અર્થાત ઉત્તરાયણ પર દાન કરવાની ધર્મ પરંપરા ઉપરાંત પતંગબાજીની લોકપરંપરાને કારણે બાળકો અને યુવાનો માટે ઉત્તરાયણ ધાબા ઉપર પાર્ટી કરવાનો અવસર હોય છે. જામનગરમાં ગઈકાલે લોકોએ સ્નેહીઓ-સંબંધીઓ સાથે પતંગબાજીની મોજ માણી હતી. કડકડતી ઠંડીમાં તેજીલા પવનમાં ઉજવણીના ઉમંગની ઉષ્માથી લોકોએ મનભરીને પતંગ ચગાવ્યા હતાં. 'કાઈપોછે'ના નાદ્ પણ ગૂંજ્યા હતાં. સાથે જ ઉંધીયાની લિજ્જત સાથે સ્વાદોત્સવ પણ ઉજવાયો હતો. શહેર ઉપરાંત સમગ્ર જિલ્લા અને હાલારમાં પણ ઉત્તરાયણના આ જ રંગ જોવા મળ્યા હતાં. પવન પણ અનુકૂળ હોવાથી પતંગબાજી વડે લોકોએ આ તહેવારની ગગનચૂંકી ઉજવણી કરી હતી. 'પતંગ' શબ્દ જાણે ગઈકાલે 'ઉમંગ' શબ્દનો પર્યાય બની ગયો હોય એવી અનુભૂતિ થઈ હતી. આજે પણ વાસી ઉત્તરાયણ હોવાથી વહેલી સવારથી જ પતંગંરસિકો ધાબા પર ચડી ગયા છે, અને પવનની ગતિ હોવાથી પતંગ ચગાવવાનો આનંદ માણી રહ્યા છે. આ સાથે ચીકી, તલસાંકળી, મમળાના લાડુની જિયાકૃત પણ માણી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial