Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૩ અખાડાના સાધુ-સંતોનું શાહી સ્નાનઃ કડકડતી ઠંડી છતાં આસ્થા અડગઃ ૧૪૪ વર્ષે આવ્યો અવસર
પ્રયાગરાજ તા. ૧પઃ ગઈકાલે મકરસંક્રાંતિના દિવસે ૩.પ૦ કરોડ શ્રદ્ધાળુઓનું અમૃત સ્નાન અને હર હર મહાદેવ... હર હેર ગંગેના નારા સાથે મહાકુંભનું પ્રથમ શાહી સ્નાન સંપન્ન થયું હતું. હાડ થીજાવતી ઠંડીમાં વહેલી સવારથી 'શ્રદ્ધાળુનો સૈલાબ' ઉમટ્યો હતો.
મકરસંક્રાંતિના દિવસે મોટી સંખ્યામાં સંતો અને ભક્તોએ મહાકુંભમાં અમૃતસ્નાન કર્યું. ભારે ઠંડી છતાં ભારત અને વિદેશના ભક્તોએ ગંગા, યમુના અને સરસ્વતીની ત્રિવેણીમાં પવિત્ર સ્નાન કરીને પુણ્યનું ભાઠું બાંધ્યું. આ દરમિયાન હેલિકોપ્ટરથી ભક્તો પર ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો. પ્રયાગરાજમાં, કડકડતી ઠંડીમાં પણ મોટી સંખ્યામાં લોકો પવિત્ર અમૃત સ્નાન માટે પહોંચી રહ્યા છે.
મહાકુંભના બીજા દિવસે સાડાત્રણ કરોડથી વધુ ભક્તો અને સંતોએ પવિત્ર ડૂબકી લગાવી હોવાનો અંદાજ છે. ગઈકાલે મહાકુંભના બીજા અમૃત સ્નાન ઉત્સવ, મકરસંક્રાંતિ પર, ૧૩ અખાડાના સંતોએ એક પછી એક અમૃત સ્નાન કર્યું હતું અને મેળા-શાસન અનુસાર, મકરસંક્રાંતિ પર, ૩.પ૦ કરોડ ભક્તોએ ગંગા અને સંગમમાં ધાર્મિક ડૂબકી લગાવી હતી.
મુખ્યમંત્રીએ 'એક્સ' પર કહ્યું હતું કે, 'શ્રદ્ધાના ભવ્ય સંગમ, મહાકુંભ ર૦રપ માં પવિત્ર મકરસંક્રાંતિના શુભ અવસર પર પવિત્ર સંગમમાં શ્રદ્ધાની ડૂબી લગાવનારા તમામ પૂ. સંતો, કલ્પવાસીઓ અને ભક્તોને હાર્દિક અભિનંદન, સમાનતા અને એક્તા. આજે, અમૃત સ્નાન મહોત્સવ પર ૩.પ૦ કરોડથી વધુ પૂ. સંતો અને ભક્તોએ ત્રિવેણી સ્નાનનો પવિત્ર લાભ મેળવ્યો છે. પ્રથમ સ્નાન મહોત્સવની સફળતાપૂર્વક પૂર્ણાહુતિ પર સનાતન ધર્મ પર આધારિત તમામ આદરણીય અખાડાઓ, સ્નાન મેળા વહીવટ, સ્થાનિક પોલીસ અને વહીવટ, સ્વચ્છતા કાર્યકરો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાઓનો હૃદયપૂર્વક આભાર અને અભિનંદન...'
સૌ પ્રથમ સંન્યાસી અખાડાઓમાં, શ્રી પંચામતી અખાડા મહાનનિર્વાણી અને શ્રી શંભુ પંચાયતી અટલ અખાડાના સંતોએના નારા સાથે સંગમમાં અમૃત સ્નાન કર્યું હતું. આ મહાકુંભમાં દેશમાંથી જ નહીં, પરંતુ સમગ્ર દુનિયામાં શ્રદ્ધાળુઓ આવ્યા છે. હાજર રહેનારા વિદેશી પર્યટકો પણ પોતાને ભાગ્યશાળી ગણાવીને ભારતીય સંસ્કૃતિથી મંત્રમુગ્ધ થયા હતાં.
મહાકુંભમાં હાજર રહેનારા લોકોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં સ્નાન કરવા માટે આગળ વધતા ભક્તોનું જાણે ઘોડાપૂર આવ્યું હોય એમ જણાયું હતું. વડિયોમાં ભક્તોની જનમેદનીનું સ્વરૂપ અદ્વિતીય જણાયું હતું. ચારેબાજુ ભગવો રંગ અને આધ્યાત્મિક ઊર્જાનો ભંડાર જોવા મળ્યો હતો.
અમૃત સ્નાન પછી મહાનિર્વાણી અખાડાના મહામંડલેશ્વર ચેતનગિરિજી મહારાજે પીટીઆઈને જણાવ્યું, દર ૧ર પ્રયાગરાજમાં પૂર્ણ કુંભનું આયોજન થાય છે અને જ્યારે ૧ર પૂર્ણ કુંભ હોય છે, ત્યારે આ મહાકુંભ ૧૪૪ વર્ષ પછી આવે છે. ખૂબ જ ભાગ્યશાળી લોકોને મહાકુંભમાં અમૃત સ્નાન કરવાની તક મળે છે. મહાનિર્વાણી અખાડાના ૬૮ મહામડલેશ્વરો અને હજારો સંતોએ અમૃત સ્નાન કર્યું છે.
તે પછી તપોનિધિ પંચાયતી શ્રી નિરની અખાડા અને આનંદ અખાડાના સંતોએ અમૃત સ્નાન કર્યું જેમાં અખાડા પરિષદના પ્રમુખ મહંત રવિન્દ્ર પુરી સૌથી આગળ હતાં અને તેમના પછી અખાડાના ધ્વજ અને પછી પૂ. દેવતા કાર્તિકેય પાલખી પર સવાર સ્વામી અને સૂર્ય નારાયણ હતાં. તેમની પાછળ નાગા સંન્યાસીઓનું એક જુથ હતું અને તે બધામાં નિરંજનીના આચાર્ય મહામંડલેશ્વર કૈલાશાનંદ ગિરિ એક ભવ્ય રથ પર સવાર હતાં.
નિરંજની અખાડાના સચિવ મહંત રવિન્દ્ર પુરીએ પીટીઆઈને જણાવ્યું કે નિરંજનીના ૩પ મહામંડલેશ્વરો અને હજારો નાગા સંન્યાસીઓએ અમૃત સ્નાન કર્યું છે. નિરંજની અખાડા સાધ્વી અને ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિએ જણાવ્યું હતું કે, ઘાટ પર યુવાનોની ભીડ દર્શાવે છે કે યુવાનોને સનાતન ધર્મમાં કેટલી શ્રદ્ધા છે, જ્યારે પણ કોઈએ સનાતન ધર્મને પડકાર્યો, ત્યારે યુવાનો અને સંત સમુદાય આગળ આવ્યા અને ધર્મનું રક્ષણ કર્યું.
નિરંજની અને આનંદ અખાડા પછી જુના અખાડા, આવાહન અખાડા અને પંચાગ્નિ અખાડાના હજારો સંતોએ અમૃત સ્નાન કર્યું. જુના સાથે, કિન્નર અખાડાના સંતોએ પણ ગંગામાં ડૂબકી લગાવી હતી.
જુના અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરી એક ભવ્ય રથ પર અમૃત સ્નાન ઘાટ પર પહોંચ્યા અને તેમની સાથે હજારો નાગા સંન્યાસી પણ હતાં. સંન્યાસી અખાડા પછી ત્રણ બૈરાગી અખાડા શ્રી પંચ નિર્મોહી આણી અખાડા, શ્રી પંચ દિગંબર આણી અખાડા અને શ્રી પંચ નિર્વાણી આણી અખાડાએ એક પછી એક અમૃત સ્નાન કર્યું. આ પછી ઉદાસી અખાડા-પંચાયતી નયા ઉદાસી અખાડા અને પંચાયતી મોટા ઉદાસી એ સ્નાન કર્યું. અંતે શ્રી પંચાયતી નિર્મલ અખાડાના સંતોએ અમૃત સ્નાન કર્યું. પ્રયાગરાજમાં સવારથી જ ભારે ઠંડી અને ધૂમ્મસ હોવા છતાં દરેક દિશામાંથી સંગમ તરફ જતી ભીડ જોવા મળી હતી. સ્નાન કરવા ઉપરાંત સામાન્ય ભક્તો સંગમ વિસ્તારમાં આવેલા અખાડાઓના સંતો અને ઋષિઓના દર્શન પણ કરી રહ્યા છે.
અહીં સંગમમાં અમૃત સ્નાન કરીને પોતાના સ્થળોએ પરત ફરતા શ્રદ્ધાળુઓ માટે શહેરના વિવિધ ચોક અને મુખ્ય માર્ગો પર શહેરના રહેવાસીઓ દ્વારા શાકભાજી, પૂરી અને ખીચડીનો પ્રસાદ મોટા પાયે વિતરણ કરવામાં આવી રહ્યો છે. જુના શહેરના મુઠ્ઠીગંજ ક્રોસિંગ પાસે શ્રી રામ જાનકી મંદિરના નામે ભંડારો ચલાવતા ભક્તોમાંના એક મુકેશ ચંદ્ર જયસ્વાલે જણાવ્યું હતું કે, પુરી-સબ્જી, ખીચડી હલવાનો ભંડારો સાંજે ૬ વાગ્યાથી સતત ચાલી રહ્યો છે. આજે સવારે અને તે રાત્રે ૧૧ વાગ્યા સુધી ચાલુ રહેશે. ઝીરો રોડ ચોકડી પર પ્રભુ કૃપા પ્રાચીન બાલ રૂપ હનુમાન મંદિર ત્રિપોલિયાના નામે ભંડાર ચલાવતા પંડિત કિશોર કુમાર પાઠકે જણાવ્યું હતું કે, સવારથી જ ભક્તોને ખીચડીનો પ્રસાદ વહેંચવામાં આવી રહ્યો છે જેથી તેઓ સારો સ્વાદ માણી શકે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial