Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આઈએનએસ-સુરત, આઈએનએસ-નિલગિરી અને આઈએનએસ-વાઘશિર કાફલામાં સામેલ
મુંબઈ તા. ૧પઃ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૩ નવા યુદ્ધજ્હાજ દેશને સમર્પિત કર્યા છે. આથી નૌકાદળની તાકાત વધી છે.
પ્રધાન નરેન્દ્ર મોદીે આજે સવારે મુંબઈ શહેરમાં પહોંચ્યા ત્યારે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ પછી પીએમ મોદીએ ત્રણ અગ્રણી નૌકાદળના લડાયક જ્હાજો આઈએનએસ સુરત, આઈએનએસ નીલગિરી અને આઈએનએસ વાઘશિરને મુંબઈના નેવલ ડોકયાર્ડમાં લોન્ચ કર્યા પછી રાષ્ટ્રને સમર્પિત કર્યા હતાં.
આ યુદ્ધ જ્હાજોનું સમર્પણ એ ભારતીય નૌકાદળની વ્યૂહાત્મક તાકાત વધારવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલુ છે. માહિતી અનુસાર તેઓ સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજીથી બનાવવામાં આવ્યા છે. આઈએનએસ સુરત એ ભારતીય નૌકાદળના પ્રોજેક્ટ ૧પબી હેઠળ બનાવવામાં આવેલ ચોથું અને છેલ્લું સ્ટેલ્થ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર છે. તે ૧૭ મે ર૦રર ના લોન્ચ કરવામાં આવ્યો હતો. આ યુદ્ધ જ્હાજમાં અદ્યતન રડાર સિસ્ટમ અને સ્ટીલ્થ ફિચર્સ છે જે તેને દપર ગુપ્ત રીતે હુમલો કરવાની ક્ષમતા આપે છે. તે ૭૪૦૦ ટનના ડિસ્પ્લેસમેન્ટ સાથે ૧૬૪ મીટર લાંબુ છે અને તે દરિયાની અંદરની મિસાઈલથી લઈને ટોપિંડોઝ સુધીના તમામ પ્રકારના શાસ્ત્રોથી સજ્જ છે. તેની 'કમ્બાઈન્ડ ગેસ એન્ડ ગેસ' પ્રોપલ્શન સિસ્ટમ સાથે, આ જહાજ ૩૦ નોટ્સ (પ૬ કિ.મી./એચ)ની ઝડપે દોડી શકે છે.
આઈએનએસ નીલગિરી એ ભારતીય નૌકાદળના પ્રોજેક્ટ ૧૭એ હેઠળનું પ્રથમ સ્ટીલ્થ ફિગેટ છે જે દરિયાઈ સુરક્ષાને નવી દિશા આપશે. ર૮ સપ્ટેમ્બર ર૦૧૯ ના તેને લોન્ચ કરવામાં આવ્યું હતું. તેનું વજન ૬૬૭૦ ટન છે અને તેની લંબાઈ ૧૪૯ મીટર છે. આઈએનએસ નીલગિરીને ખાસ કરીને રડાર સિગ્નેચર ઘટાડવા માટે બનાવવામાં આવ્યું છે. જેથી તે દુશ્મનની નજરથી બચી શકે. આ જ્હાજ સુપરસોનિક સપાટીથી અને મધ્યમ રેન્જની સપાટીથી હવામાં પ્રહાર કરનારી મિસાઈલોથી સજ્જ છે. જેના કારણે તે સમુદ્રમાં સ્થિત વિવિધ જોખમોનો સામનો કરવામાં સક્ષમ હશે.
આઈએનએસ વાઘશિર એ ભારતીય નૌકાદળના સ્કોર્પિન-ક્લાસ પ્રોજેક્ટ ૭પ હેઠળ બાંધવામાં આવેલી છઠ્ઠી અને છેલ્લી ડીઝલ-ઈલેક્ટ્રીક સબમરીન છે. તેને ખાસ કરીને ગુપ્ત કામગીરી માટે તૈયાર કરવામાં આવી છે. જેથી તે દુશ્મનના વિસ્તારોમાં કોઈપણ પ્રકાના અવાજ વિના તેના મિશનને પાર પાડી શકે. આ ૬૭ મીટર લાંબી અને ૧પપ૦ ટનની સબમરીન વાયર-ગાઈડેડ ટોપિંડોઝ એન્ટિ-શિપ મિસાઈલ અને અદ્યતન સિસ્ટમથી સજ્જ છે.
આ યુદ્ધ જ્હાજો અને સબમરીનમાં મહિલા અધિકારીઓ અને ખલાસીઓ માટે વિશેષ સુવિધાઓ બનાવવામાં આવી છે. ભારતીય નૌકાદળમાં સમાનતાને પ્રોત્સાહન આપવાની દિશામાં આ એક મહત્ત્વપૂર્ણ પગલું છે. આ પગલું ભારતીય નૌકાદળમાં મહિલાઓની ભાગીદારીને પણ પ્રોત્સાહિત કરે છે. આઈએનએસ સુરત, આઈએનએસ નીલગિરી અને આઈએનએસ વાઘશિરના સામેલ થવાથી ભારતીય નૌકાદળની વ્યૂહાત્મક તાકાતમાં નોંધપાત્ર વધારો થશે.
આ યુદ્ધજ્હાજો અને સબમરીન માત્ર ભારતના દરિયાઈ હિતોનું જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે ભારતીય નૌકાદળની પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવશે. સ્વદેશી ઉત્પાદનનું આ ઉત્તમ ઉદાહરણ ભારતીય સંરક્ષણ ક્ષેત્રની આત્મનિર્ભરતા તરફ એક મહત્ત્વપૂર્ણ પગલું સાબિત થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial