Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરાયોઃ
જામનગર તા.૧૫ : જામજોધપુર શહેર તથા બુટાવદર ગામમાંથી પોલીસે બે દરોડામાં આઠ પત્તાપ્રેમીને પકડી લઈ રોકડ તથા ગંજીપાના કબજે લીધા છે.
જામજોધપુર તાલુકાના બુટાવદર ગામની સોસાયટી વિસ્તારમાં સોમવારે સાંજે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમાતો હોવાની બાતમી મળતા શેઠવડાળા પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડ્યો હતો.
ત્યાં તીનપત્તી રમી રહેલા માધવજીભાઈ બાબુભાઈ સોલંકી, મહેશ નાથાભાઈ મકવાણા, કિશોર જીવાભાઈ મકવાણા, મનોજ રાણાભાઇ મકવાણા નામના ચાર શખ્સ મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂ.૫૮૧૦ રોકડા અને ગંજીપાના કબજે કરી ચારેય સામે જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જામજોધપુરના ધરારનગર સ્થિત ગઈકાલે બપોરે ગંજીપાના કૂટતા કિશોર પ્રવીણ ભાઈ દોડવાડીયા, અનિલ કિશોરભાઈ કુડેચા, અરવિંદ સોમાભાઈ સરવૈયા, અમરસિંગ ઉર્ફે રાજુ સેકડીયાભાઈ બામણીયા નામના ચાર શખ્સ ઝડપાઈ ગયા હતા. પોલીસે રૂ.૧૦૨૩૦ રોકડા કબજે લઈ કાયદાકીય કાર્યવાહી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial