Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાંચ વર્ષ પહેલાં એક વૃદ્ધ અને પોણા બે વર્ષ પહેલાં યુવતી ગુમ થઈઃ
જામનગર તા.૧૫ : જામનગરના શંકરટેકરીમાં રહેતા એક યુવાન પોતાના પુત્ર સાથે પાંચ મહિના પહેલા ગુમ થયાની તેમજ કોલેજે જવાનું કહીને યુવતી પાંચ મહિના પહેલાં કયાંક ચાલી ગયાની પોલીસને જાણ કરાઈ છે. ઉપરાંત ગોકુલનગરમાંથી એક વૃદ્ધ પાંચ વર્ષ પહેલા ગુમ થયાની તેમજ પોણા બે વર્ષ પહેલાં સરદારનગરની એક યુવતી ઘરેથી ચાલી ગયાની પણ વિગત પોલીસને આપવામાં આવી છે.
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલી નવી નિશાળ પાસે રહેતા વસીમભાઈ હાજીભાઈ ખફી (ઉ.વ.રપ) નામના યુવાન ગયા ઓગસ્ટ મહિનાની સાત તારીખે પોતાના પુત્ર ઓસમાણ (ઉ.વ.૪)ને સાથે રાખી ક્યાંક ચાલ્યા ગયા છે. તેમના પત્ની શહેનાઝબેને પોલીસને જાણ કરી છે. પાતળો બાંધો, ઉજળો વાન અને પાંચ ફૂટ સાત ઈંચની ઉંચાઈ ધરાવતા આ યુવાન અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ સિટી સી ડિવિઝન પોલીસનો સંપર્ક કરવો.
જામનગરના લાલવાડી વિસ્તારમાં આવેલા જૂના આવાસના બ્લોક નં.૪માં રહેતા ધનજીભાઈ પાલાભાઈ જેપાર નામના પ્રૌઢની અઢાર વર્ષની પુત્રી શિવાની ગઈ તા.૩૦ જુલાઈની બપોરે ઘરેથી કોલેજ જવાનું કહીને નીકળ્યા પછી ગુમ થઈ ગઈ છે. પાંચેક ફૂટની ઉંચાઈ, પાતળો બાંધો, ઉજળો વાન ધરાવતી આ યુવતીએ છેલ્લે ગ્રે રંગનો ડ્રેસ પહેર્યાે હતો પિતાએ પોલીસને જાણ કરી છે.
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં મથુરાનગરની શેરી નં.૮માં રહેતા દાનુભા રાણાજી કેર (ઉ.વ.પપ) નામના પ્રૌઢ ગઈ તા.૪ જુલાઈ ૨૦૧૯ના દિને પોતાના ઘરેથી ક્યાંક ચાલ્યા ગયા હોવાની તેમના પરિવારે જાણ કરી છે. પાંચ ફૂટ બે ઈંચની ઉંચાઈ ધરાવતા આ પ્રૌઢના જમણા હાથમાં કોણી પાસે રસોળી છે અને કલાઈ પર અંગ્રેજીમાં એમ ત્રોફાવેલો છે.
જામનગરના ગોકુલનગર સ્થિત સરદારનગરની શેરી નં.૧૧માં વસવાટ કરતા અનંતરાય મગનલાલ ખાણધર નામના પ્રૌઢની ઓગણીસ વર્ષની પુત્રી હીનાબેન વર્ષ ૨૦૨૩ની તા.૧૬ મેના દિને પોતાના ઘરેથી કહ્યાં વગર જ ચાલી ગઈ છે. આ યુવતી શ્યામ વર્ણ, પાતળો બાંધો, પાંચ ફૂટ પાંચ ઈંચની ઉંચાઈ ધરાવે છે.
ઉપરોક્ત ગુમ થનાર વ્યક્તિઓ અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનના ફોન-૦૨૮૮-૨૫૫૫૦૮૦૫ અથવા જમાદાર એન.બી. સદાસીયા- ૯૯૨૫૯ ૭૭૦૪૯નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial