Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મેઘપરની ગુજરીબજારમાંથી મોબાઈલ સેરવાયોઃ
જામનગર તા.૧૫ : જામનગરના પટેલનગરમાંથી એક આસામીની સીએનજી રિક્ષા ચોરાઈ ગઈ છે. તેઓએ શકદારના નામ સાથે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારે મેઘપર પાસે ગુજરીબજારમાંથી એક પરપ્રાંતીયનો મોબાઈલ સેરવાયો છે. તેઓએ પણ શકદારનું નામ આપ્યું છે.
લાલપુર તાલુકાના મેઘપર ગામમાં આવેલી બાપા સીતારામની મઢુલી પાસે ભાડાના મકાનમાં રહેતા રતનકુમાર હરિકૃષ્ણ પંડા નામના પરપ્રાંતીય યુવાન ગયા રવિવારે સાંજે મેઘપર પાસે ભરાતી ગુજરીબજારમાં ફળ ખરીદવા માટે આવ્યા હતા.
આ વેળાએ ખંભાળિયામાં દલવાડી હોટલ પાસે રહેતા વિક્રમ નામના શખ્સે તેમનો રૂપિયા સાડા સાત હજારની કિંમતનો વન પ્લસ કંપનીનો મોબાઇલ ચોરી લીધાની રતન કુમારે મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુન્હો નોંધી શકતાર અટકાયત માટે તજવીજ હાથ ધરી છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી હર્ષદ મિલની ચાલી પાસે પટેલનગર શેરી નં.૬માં રહેતા રવિન્દ્રભાઈ મનસુખભાઈ સોલંકી નામના રીક્ષા ડ્રાઇવરની જીજે-૧૦-ટીઝેડ ૩૮૦૦ નંબરની બજાજ મેક્સિમા રીક્ષા ગઈ તા.૨૦ની રાત્રે સાડા આઠેક વાગ્યે તેમના ઘર પાસેથી ચોરાઈ ગઈ છે. રૂપિયા ચાર લાખની કિંમતની આ રીક્ષા ચોરી જવા અંગે શંકર ટેકરીમાં રહેતા મૂળ દરેડવાળા બશીર ઈબ્રાહીમ મથુપોત્રા સામે રવિન્દ્રભાઈ સોલંકીએ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial